Not Set/ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જ સરકાર પર સાધ્યું નિશાન

કોરોના રોગચાળા દરમિયાન પણ, ચાઇના સરહદ પર પોતાની હરકતોને ચાલુ રાખી રહ્યુ છે. ગત મહિને સિક્કિમ અને લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણનાં અનેક કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદથી, સરહદ પર વિવાદ ચાલુ રહ્યો છે, જોકે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તમામ મામલાઓનું પ્રોટોકોલ મુજબ સમાધાન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ […]

India
bbf3081d328d580e9368c4166100f1a7 1 ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જ સરકાર પર સાધ્યું નિશાન

કોરોના રોગચાળા દરમિયાન પણ, ચાઇના સરહદ પર પોતાની હરકતોને ચાલુ રાખી રહ્યુ છે. ગત મહિને સિક્કિમ અને લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણનાં અનેક કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદથી, સરહદ પર વિવાદ ચાલુ રહ્યો છે, જોકે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તમામ મામલાઓનું પ્રોટોકોલ મુજબ સમાધાન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જ સરકાર પર નિશાન સાધ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે મોદી સરકાર સ્વીકારે કે તેની વિદેશી નીતિ કઠેડામાં છે. આ સાથે, હવે તેને રિસેટ કરવાની જરૂર છે. આ ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે, આખરે કોઈએ સાચું કહ્યું, આ સાચું બોલવા માટે તમારી હિંમતની પ્રશંસા કરવી જોઈએ. આના જવાબમાં સ્વામીએ કહ્યું કે ભાજપ ભારતનો સૌથી મોટો લોકશાહી પક્ષ છે, કેમ કે તેમાં કુટુંબ આધારિત નેતૃત્વ નથી. ભાજપ પાસે સ્પષ્ટ વિચારધારા છે.

આ પહેલીવાર નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હોય, તે પહેલાં પણ તેઓ અનેક વખત સરકાર ઉપર શાંબ્દિક હુમલો કરી ચુક્યા છે. થોડા દિવસો પહેલા તેમણે રામાયણ અને મહાભારત વિશે એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે જ્ઞાની રાવણ અને યોદ્ધા દુર્યોધનથી ચૂક થઇ ગઈ? બંને એ અહંકારમાં આવીને ઘરનાં વિભીષણ અને વિદુર જેવા અનુભવી લોકોની સલાહનો ઇનકાર કર્યો. તે સમયે એવું માનવામાં આવતું હતું કહેતા સુબ્રમણ્યમ સ્વામી ઈશારાઓમાં મોદી સરકારને સંદેશ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.