અમદાવાદમાં ભાજપની પાર્લામેન્ટરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી.કોંગ્રેસે ભાજપ પર કરેલા પ્રહારને લઇને ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરી રહી છે.ચૂંટણીમાં કોંગ્રેસ હાર જોઈ રહી છે માટે આવા ખોટા આક્ષેપો કરી રહી છે.ભાજપ પાસે પૂરતાપ્રમાણમાં કાર્યકર્તાઓની ફોજ છે તેમજ કોંગ્રેસ જુઠાણું ફેલાવાનું બંધ કરે.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રવક્તા મનીષદોશી જણાવ્યું હતું કે ભાજપ ડોર ટુ ડોર સંપર્ક અભિયાન મા સભ્ય બનાવવા માટે શાળાનો ઉપયોગ કરે છે.અને આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરશે.જેને પડકારતાં યમલ વ્યાસે આ પ્રતિક્રિયા આપી હતી
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે..મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર યથાવત છે.ભાજપ દ્વારા હાલમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચાલી રહ્યો છે.જો કે મનિષ દોશીએ ફરી એક વખત ભાજપને બાનમાં લેતા જણાવ્યું કે ભાજપ સભ્ય બનાવવા શાળાનો ઉપયોગ કરે છે.પરિવારના સભ્યોને ભાજપના સભ્યો બનાવવા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં અવિરહ્યા છે.કોગ્રેસે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ છે.આ મુદ્દે સ્પષ્ટતા કરતા ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રેસ સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરી રહી છે.ચૂંટણીમાં કોંગ્રેસ હાર જોઈ રહી છે માટે આવા ખોટા આક્ષેપો કરી રહી છે.ભાજપ પાસે પૂરતાપ્રમાણમાં કાર્યકર્તાઓની ફોજ છે.કોંગ્રેસ જુઠાણું ફેલાવાનું બંધ કરે
