Not Set/ ભારતની આશાઃ મસૂર અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઇ શકે છે

ભારતે આશા વ્યક્ત કરી છે કે તે પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકવાદી સંગઠન જૈસ એ મહંમદના સરગના મસૂદ અઝહરને આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવી દેવાશે. સાથે જ ભારતે એ પણ કહ્યું કે તે મસૂદ વિરૂધ્ધના પોતાના પ્રસ્તાવને સંપૂર્ણપણે પૂરો કરવાનો પ્રયાસ યથાવત રખાશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના એમ્બેસેડર અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ […]

Uncategorized

azhar-masood

ભારતે આશા વ્યક્ત કરી છે કે તે પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકવાદી સંગઠન જૈસ એ મહંમદના સરગના મસૂદ અઝહરને આ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવી દેવાશે. સાથે જ ભારતે એ પણ કહ્યું કે તે મસૂદ વિરૂધ્ધના પોતાના પ્રસ્તાવને સંપૂર્ણપણે પૂરો કરવાનો પ્રયાસ યથાવત રખાશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના એમ્બેસેડર અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે ભારત આ મુદ્દે ધૈર્યપૂર્વક કામ કરી રહ્યું છે. અને આ વિષય પર તમામ વિકલ્પો પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં અકબરુદ્દીને કહ્યુ કે, ‘અમે ધીરજથી પરંતુ ઘણા બધા દેશો સાથે કામ કરી રહ્યા છે, અમને આશા છે કે સભ્યોના સહયોગથી અમે અમારુ લક્ષ્ય મેળવીને રહીશુ. આ લક્ષ્ય એક આતંકવાદીને લિસ્ટમાં લાવવાનું છે જે એક આતંકવાદી સંગઠન ચલાવી રહ્યો છે. અમે અડધુ કામ કરી દીધુ છે અને આશા છે કે જલ્દી તેને પૂરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પઠાણકોટ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલુ ઉઠાવ્યુ હતુ. અઝહર મસૂદ આ હુમલાનો માસ્ટર માઇંડ હતો. ભારતે આ વર્ષે રિઝોલ્યુશન 1267 હેઠળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિ સામે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.