Not Set/ સૂબ્રોતો રોયને SC માંથી ઝટકો, સહારાની એમ્બી વૈલીની હરાજી કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સોમવારે સહારાના સુબ્રતો રોયના દેવાના કેસમાં આદેશ આપ્યો છે કે પૈસા ચૂકવવા માટે પુણે પાસેના એમ્બીવેલી પ્રોજેક્ટની પણ હરાજી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સહારા ગ્રુપે 14799 કરોડ ચૂકવવાના છે. જેનો અર્થ એ થાય છે કે એમ્બી વેલીની પ્રોપર્ટી હવે કોર્ટની કસ્ટડીમાં રહેશે. સહારાની આ લક્ઝરી ટાઉનશીપ એમ્બીવેલી મુંબઈ પાસે લોનાવાલામાં […]

Uncategorized
Sahara 06 02 2017 1486380829 storyimage સૂબ્રોતો રોયને SC માંથી ઝટકો, સહારાની એમ્બી વૈલીની હરાજી કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સોમવારે સહારાના સુબ્રતો રોયના દેવાના કેસમાં આદેશ આપ્યો છે કે પૈસા ચૂકવવા માટે પુણે પાસેના એમ્બીવેલી પ્રોજેક્ટની પણ હરાજી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સહારા ગ્રુપે 14799 કરોડ ચૂકવવાના છે.

જેનો અર્થ એ થાય છે કે એમ્બી વેલીની પ્રોપર્ટી હવે કોર્ટની કસ્ટડીમાં રહેશે. સહારાની આ લક્ઝરી ટાઉનશીપ એમ્બીવેલી મુંબઈ પાસે લોનાવાલામાં છે. જેની માર્કેટ વેલ્યૂ 39 હજાર કરોડ રૂપિયા છે.

સહારા ગ્રુપે આ રકમ જુલાઈ 2019 સુધીમાં ચૂકવવાની વાત કહી છે. પણ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચે જેમ બને એમ જલદી ચૂકવણી થાય તેનો આદેશ આપ્યો છે. જે સંપત્તિની નિલામી નથી થઈ તેની યાદી આપશે ત્યાં સુધી તે પેરોલ પર બહાર રહી શકશે. કોર્ટે આ કેસમાં હવે 27 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરશે.

સેબીને ચૂકવવાની રકમ 14,000 કરોડ રૂપિયા છે, અને આ રકમનું વ્યાજ પર આ કિંમત જેટલુ જ થઈ ગયું છે.