Not Set/ ભારતની શાનદાર બોલિંગ, ઓસ્ટ્રેલિયા 9/256 રન, ઉમેશ યાદવના 4 વિકેટ

પૂણેઃ ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 256 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ મેટ રેન શો 36 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. હેન્ડ્સકોમ્બ 22 રને, સ્મિથ 27 રને આઉટ થયો હતો. ઑસ્ટ્રેલિયાએ પોતાની નવ વિકેટ 205 રનો પર ગુમાવી દીધી હતી. સ્ટાર્કે જોસ હાજલેવુડ સાથે દશમાં વિકેટ માટે […]

Uncategorized
david warner lords ભારતની શાનદાર બોલિંગ, ઓસ્ટ્રેલિયા 9/256 રન, ઉમેશ યાદવના 4 વિકેટ

પૂણેઃ ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 256 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ મેટ રેન શો 36 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. હેન્ડ્સકોમ્બ 22 રને, સ્મિથ 27 રને આઉટ થયો હતો.

ઑસ્ટ્રેલિયાએ પોતાની નવ વિકેટ 205 રનો પર ગુમાવી દીધી હતી. સ્ટાર્કે જોસ હાજલેવુડ સાથે દશમાં વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયાને જલ્દી ઓલ આઉટ કરવાના સપનાને તોડી નાખ્યો હતો. હવે ભારતે છેલ્લી વિકેટ લેવા માટે બીજા દિવસની રાહ જોવી પડશે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પૂણેમાં ચાર ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમ સતત છ ટેસ્ટ સીરિઝમાં વિજય મેળવી ચૂકી છે. પૂણેમાં ભારત પ્રથમવાર ટેસ્ટ મેચ રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 90 ટેસ્ટ મેચ રમાઇ ચૂકી છે. ભારત આ અગાઉ ન્યૂઝિલેન્ડને 3-0, ઇગ્લેન્ડ 4-0 અને બાંગ્લાદેશ સામે 1-0થી હરાવી ચૂકી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. કોહલીએ છેલ્લી ચાર સીરિઝમાં ચાર બેવડી સદી ફટકારી ચૂક્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1947-48માં શરૂઆત થઇ હતી. જેમાં ભારત પાંચ ટેસ્ટ મેચનો સીરિઝ 4-0થી હારી ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતવા માટે 1979-80 સુધી રાહ જોવી પડી હતી.

મેચ અગાઉ સ્મિથે કહ્યું હતું કે, અમે ભારત પ્રવાસને લઇને ખૂબ ઉત્સાહિત છીએ. આ ખૂબ પડકારજનક રહેશે. ભારત નંબર વન ટીમ છે પરંતુ અમે પણ પુરી તૈયારી સાથે આવ્યા છીએ અને અમને આશા છે કે અમે સફળ જરૂર થઇશું. ભારત તરફથી અશ્વિન અને જાડેજાની સ્પિન જોડી મહત્વની ભૂમિકા નિભાવશે. બેટિંગમાં પૂજારા, વિજય, કોહલી, સારા ફોર્મમાં છે.