Not Set/ ભારતનો મોકા પર ચોકો, ચીન સાથે સૈન્ય બેઠક ચાલુ છે ત્યારે જ રાફેલે ભરી લદ્દાખ ક્ષેત્ર પર ઉડાનો

જૂઓ આ દ્વશ્યો –  ચીનની સાથે એકચ્યુલ લાઇન ઓફ કંટ્રોલ નજીક લદ્દાખમાં ફોરવર્ડ એરબેઝ ઉપરથી ઉડાન ભરતા અને પોતાનાં નવા કાર્યક્ષેત્રથી વાકેફ થવા માટે કાર્યરત ભારતીય વાયુસેના રફેલ ફાઇટર જેટ. જી હા, ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફ્રાન્સ બનાવટનાં 5 રાફેલ ફાઇટર પ્લેન ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલએ પોતાનાં ઓપરેશનલ ક્ષેત્રોથી પરિચિત થવા માટે વિશ્વની […]

Uncategorized
0f57dad0457f12188a18fd17efb58eda 1 ભારતનો મોકા પર ચોકો, ચીન સાથે સૈન્ય બેઠક ચાલુ છે ત્યારે જ રાફેલે ભરી લદ્દાખ ક્ષેત્ર પર ઉડાનો

જૂઓ આ દ્વશ્યો –  ચીનની સાથે એકચ્યુલ લાઇન ઓફ કંટ્રોલ નજીક લદ્દાખમાં ફોરવર્ડ એરબેઝ ઉપરથી ઉડાન ભરતા અને પોતાનાં નવા કાર્યક્ષેત્રથી વાકેફ થવા માટે કાર્યરત ભારતીય વાયુસેના રફેલ ફાઇટર જેટ. જી હા, ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફ્રાન્સ બનાવટનાં 5 રાફેલ ફાઇટર પ્લેન ભારતીય વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલએ પોતાનાં ઓપરેશનલ ક્ષેત્રોથી પરિચિત થવા માટે વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમી અને ભારતીય સરહદોની ઉડાન ભરી હુંકાર સાથે સમીક્ષા કરી હતી. આપને જણાવી દઇએ કે હાલ ભારત-ચીનને આજ ક્ષેત્રમાં વિવાદ ચાલી રહ્યો છે અને યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ રાફેલને ત્યાં પ્લેસ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ભારતે મોકા પર ચોકો માર્યો છે.  

ઉલ્લેખનીય છે કે, લદાખમાં સ્ટેન્ડ ઓફ અંગે ચર્ચા કરવા માટે ભારત અને ચીનના બ/ડબલ્યુ કોર્પ્સ કમાન્ડરોની બેઠક સવારે 10 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને હજી પણ ચાલુ છે. એલએસીની ચીની બાજુમાં મોલ્ડો ખાતે ભારતીય પક્ષ તરફથી 14 કોર્પ્સના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ, અને લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન અને એમ.ઇ.એ.ના સંયુક્ત સચિવ સાથે આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews