Not Set/ ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસ દર 11 વર્ષનાં નીચલા સ્તર પર પહોંચી

કોરોના વાયરસને કારણે શરૂ થયેલ આર્થિક સંકટ સતત ગાઢ થઇ રહ્યું છે. દરમિયાન, શુક્રવારે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે નાણાકીય વર્ષ 2019-20નાં જીડીપી ગ્રોથ રેટનાં આંકડા જાહેર કર્યા હતા. ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 3.1 ટકા રહ્યો, જ્યારે પૂરા નાણાકીય વર્ષનો વિકાસ દર 4.2 ટકા રહ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 […]

Business
9aa6ed174f720894544c286a68d4a3b6 ભારતીય અર્થવ્યવસ્થાની વિકાસ દર 11 વર્ષનાં નીચલા સ્તર પર પહોંચી

કોરોના વાયરસને કારણે શરૂ થયેલ આર્થિક સંકટ સતત ગાઢ થઇ રહ્યું છે. દરમિયાન, શુક્રવારે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે નાણાકીય વર્ષ 2019-20નાં જીડીપી ગ્રોથ રેટનાં આંકડા જાહેર કર્યા હતા. ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 3.1 ટકા રહ્યો, જ્યારે પૂરા નાણાકીય વર્ષનો વિકાસ દર 4.2 ટકા રહ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે એડવાન્સ જીડીપીનો વિકાસ દર 5 ટકા રહેવાનો અંદાજ હતો.

આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા ડેટામાં જણાવ્યું છે કે, 2018-19 માં 6.1 ટકાની તુલનામાં 2019-20 દરમિયાન જીડીપીમાં 4.2 ટકાની વૃદ્ધિ અંદાજવામાં આવ્યો છે. મંત્રાલયે જારી નિવેદનમાં કહ્યુ કે, જાન્યુઆરી-માર્ચ ત્રિમાહી દરમિયાન દેશનું જીડીપી 3.1 ટકા રહ્યુ છે. જ્યારે અનુમાન 2.2 ટકા હતુ. આ જ રીતે જીવીએ 3.9 ટકા રહ્યુ છે જ્યારે તેનો અનુમાન 4.3 ટકાનો હતો. વળી એપ્રિલ 2020 માં, 8 મૂળભૂત ક્ષેત્રો એટલે કે મુખ્ય ક્ષેત્રનાં ઉત્પાદનમાં વિક્રમી ઘટાડો થયો છે. કોર સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં 38.1 ટકા ઘટ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે આ આંકડા જાહેર કર્યા છે. દેશભરમાં કોરોના વાયરસને લઇને કરવામાં આવેલ લોકડાઉનનાં કારણે કોલસા, સિમેન્ટ, સ્ટીલ, નેચરલ ગેસ, રિફાઇનરી, ક્રૂડ તેલ વગેરેનાં વિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ, માર્ચ 2020 માં, આઠ કોર સેક્ટરનાં ઉત્પાદનમાં 9 ટકાનો ઘટાડો થયો હતો.

આઠ મૂળ ઉદ્યોગો કોલસો, ક્રૂડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી છે. માર્ચ 2020 માં, 8 મુખ્ય ક્ષેત્રોનાં એટલે કે કોર સેક્ટરનાં ઉત્પાદનમાં ગત વર્ષની તુલનામાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી) માં 8 માળખાગત ક્ષેત્રનો હિસ્સો 40.27 ટકા છે. કોર સેક્ટરમાં સમગ્ર નાણાકીય વર્ષ 2019-20માં 0.6 ટકાની વૃદ્ધિ થઇ અને નાણાકીય વર્ષ 2018-19માં 4.4 ટકાનો વિકાસ નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.