Not Set/ ભાવનગર/ પ્રસિદ્ધ ગુરુઆશ્રમ બગદાણા આ તારીખ સુધી રહેશે બંધ ….

અનલોક 1.0 માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને પગલે ગુજરાત રાજ્યમાં ઘણા બધા મંદિરો આગામી 8 જુન થી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. પરંતુ ભાવનગરના પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ના ભક્તોને હજુ પણ એક મહિના સુધી ગુરુના દર્શન માટે રાહ જોવી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે 8 જૂન બાદ તમામ ધાર્મિક સ્થળો ખોલવાની […]

Uncategorized
edd198c06e2e36dda4a20b888de85d8f ભાવનગર/ પ્રસિદ્ધ ગુરુઆશ્રમ બગદાણા આ તારીખ સુધી રહેશે બંધ ....

અનલોક 1.0 માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને પગલે ગુજરાત રાજ્યમાં ઘણા બધા મંદિરો આગામી 8 જુન થી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. પરંતુ ભાવનગરના પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ના ભક્તોને હજુ પણ એક મહિના સુધી ગુરુના દર્શન માટે રાહ જોવી પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે 8 જૂન બાદ તમામ ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી છે પરંતુ કોરોનાનો સંક્રમણ વધે નહીં તે માટે ગુરુ આશ્રમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આશ્રમ આગામી 5 જુલાઈ સુધી  બંધ રહેશે. તો આગામી ગુરુપૂર્ણિમાની ઉજવણી પણ નહીં કરવા ટ્રસ્ટીઓ નિર્ણય લીધો છે. સામાન્ય દિવસમાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો દર્શનાર્થે આવે છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.