Not Set/ મંતવ્ય ઇમ્પેક્ટઃ દાહોદમાં આખરે મંદિર સામેનો કચરો હટાવાયો

દાહોદમાં ઘન-કચરાનો નિકાલ નહીં કરાતો હોવા અંગેના સમાચાર 19 ઓક્ટોબરે મંતવ્ય ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યા હતા..  તેની ઈમ્પૅક્ટ દાહોદમાં જે સ્થળોએ ટીમ એ વિઝ્યુઅલ્સ લીધા અને બતાવ્યા ત્યાંથી ગુરૂવારે ટ્રેકટરો ભરી કચરો ઉઠાવવાની પાલિકાને ફરજ પડી. દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘન કચરાના ઢગલા પડેલા હતા જેની પડ઼તાલ મંતવ્ય ન્યૂઝની ટીમે કરી હતી અને તેના […]

Gujarat
vlcsnap-error633
દાહોદમાં ઘન-કચરાનો નિકાલ નહીં કરાતો હોવા અંગેના સમાચાર 19 ઓક્ટોબરે મંતવ્ય ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યા હતા..  તેની ઈમ્પૅક્ટ દાહોદમાં જે સ્થળોએ ટીમ એ વિઝ્યુઅલ્સ લીધા અને બતાવ્યા ત્યાંથી ગુરૂવારે ટ્રેકટરો ભરી કચરો ઉઠાવવાની પાલિકાને ફરજ પડી. દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘન કચરાના ઢગલા પડેલા હતા જેની પડ઼તાલ મંતવ્ય ન્યૂઝની ટીમે કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે દાહોદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું અને જ્યાં અને જે સ્થળોનું કવરેજ મંતવ્ય ની ટીમે લઇ અને દર્શકો સમક્ષ મૂક્યું હતું ત્યાંથી કચરાના ઢગલા દૂર કરી દેવામાં આવ્યા. દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં વાનખંડી હનુમાન મંદિર સામે કચરાના ઢગલાએ મઝા મૂકી હતી જેના પરિણામે મંતવ્ય ન્યૂઝ દ્વારા લોકોના સુખાકારી માટે આ કવરેજ બતાવામાં આવ્યું હતું જેના પરિણામે આજે વહેલી સવારથી તે જગ્યા ઉપર પાલિકાની ટીમે જે.સી.બી.અને ટ્રેકટરો મૂકી સાફ કરાવાઈ હતી. એટલું જ નહીં પણ આ કચરો જ્યાં ભેગો કરી રોડ ઉપર નાખતો હતો ત્યાંથી પણ પાલિકા ટીમે કચરો યોગ્ય જગ્યાએ ઠલવાય તેવી વ્યવસ્થા કરી દીધી.