Not Set/ મિતાલી રાજને તેલંગણા સરકાર આપશે ૧ કરોડ અને પ્લોટ

તેલંગણા સરકારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને 1 કરોડ રોકડ રૂપિયા અને પ્લોટ આપવાની જાહેરાત કરી છે. CM કે. ચંદ્રશેખર રાવે શુક્રવારે મિતાલી સાથે મુલાકાત દરમિયાન તેને અભિનંદન પાઠવ્યા અને આ પુરસ્કારની જાહેરાત કરી હતી. CMએ તાજેતરમાં પૂરા થયેલા વિમેન્સ વિશ્વ કપમાં ટીમના શાનદાર પરફૉર્મન્સના પણ વખાણ કર્યા હતા. CM ઓફિસ દ્વારા આ […]

India Sports
mithali raj મિતાલી રાજને તેલંગણા સરકાર આપશે ૧ કરોડ અને પ્લોટ

તેલંગણા સરકારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને 1 કરોડ રોકડ રૂપિયા અને પ્લોટ આપવાની જાહેરાત કરી છે. CM કે. ચંદ્રશેખર રાવે શુક્રવારે મિતાલી સાથે મુલાકાત દરમિયાન તેને અભિનંદન પાઠવ્યા અને આ પુરસ્કારની જાહેરાત કરી હતી. CMએ તાજેતરમાં પૂરા થયેલા વિમેન્સ વિશ્વ કપમાં ટીમના શાનદાર પરફૉર્મન્સના પણ વખાણ કર્યા હતા. CM ઓફિસ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

જાહેરાત મુજબ 34 વર્ષીય આ ક્રિકેટરને 1 કરોડ રોકડ રૂપિયા રકમ અને 1 રહેણાંક પ્લોટ આપવામાં આવશે. રાવે મિતાલીના કોચ આરએસઆર મૂર્તિને પણ સમ્માનિત કર્યા અને તેને 25 લાખ રૂપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે. મિતાલીની આગેવાની ધરાવતી ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.

ઉલ્લેખનીય છે કે મિતાલી રાજને તેલંગાણા રાજ્ય બન્યા પહેલા આંધ્રપ્રદેશ સરકારે 2005માં પ્લોટ આપવાની જાહેરાત કરી હતી. તે પ્લોટ આજ સુધી મિતાલીને મળ્યો નથી. મિતાલી અને તેના પરિવારને આશા છે કે આ વખતે તેલંગાણા રાજ્ય સરકાર તેમને પ્લોટ આપશે