Not Set/ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની કથિત ફેક વિડીયો મામલે દિગ્વિજય સિંહ વિરુદ્ધ FIR

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભોપાલ ક્રાઈમ બ્રાંચે દિગ્વિજયસિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે દિગ્વિજયસિંહે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો બનાવટી વિડીયો શેર કર્યો છે. આ મામલે ભાજપે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ભાજપનો દાવો છે કે દિગ્વિજય સિંહે શિવરાજનો એક બનાવટી વિડીયો તેના ટ્વિટર હેન્ડલથી વાયરલ […]

India
6b68815edaf115250e92de54c4313ee9 1 મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની કથિત ફેક વિડીયો મામલે દિગ્વિજય સિંહ વિરુદ્ધ FIR

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભોપાલ ક્રાઈમ બ્રાંચે દિગ્વિજયસિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે દિગ્વિજયસિંહે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો બનાવટી વિડીયો શેર કર્યો છે. આ મામલે ભાજપે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ભાજપનો દાવો છે કે દિગ્વિજય સિંહે શિવરાજનો એક બનાવટી વિડીયો તેના ટ્વિટર હેન્ડલથી વાયરલ કર્યો હતો. સીએમ શિવરાજે રવિવારે ચેતવણી આપી હતી કે, જે લોકો તેને શેર કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઇએ કે, સીએમ શિવરાજસિંહ ચૌહાણ વિપક્ષમાં હતા ત્યારે કમલનાથ સરકારની દારૂ નીતિ પર બોલતા 12 જાન્યુઆરી 2020 નાં રોજ 2 મિનિટ 19 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવે છે કે તે વિડીયોની હેરાફેરી કરીને 9 સેકન્ડનો વીડિયો બનાવવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 9 સેકન્ડનાં કથિત વિડીયોમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે દારૂ એટલો ફેલાવો કે તે પીવે અને પડ્યા રહે.

આ વિડીયો વાયરલ થયા પછી સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ શેર કરનારા લોકોને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. સીએમએ કહ્યું હતું કે, આ વિડીયો શેર કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે પણ તેમના ટ્વિટર હેન્ડલથી વિડીયો શેર કર્યો છે. વિડીયો વાયરલ થયા પછી ભાજપનાં ધારાસભ્ય વિશ્વાસ સારંગ અને અન્ય નેતાઓ દિગ્વિજયસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાંચમાં ગયા હતા. બીજેપીએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહે ક્યુરેટ કરેલા એક વિડીયો દ્વારા લોકોમાં મૂંઝવણ કરવાનો પ્રયાસ કર્યો છે.

દિગ્વિજયસિંહ વિરુદ્ધ કલમ 465, 501 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે એક એફઆઈઆરમાં 11 અન્ય લોકો પર પણ આરોપ લગાવ્યા છે, જ્યારે દિગ્વિજય સિંહ બીજી એફઆઈઆરમાં આરોપી છે. ક્રાઇમ બ્રાંચે એવા અન્ય લોકો કે જેમણે ટ્વિટ, રી-ટ્વિટ અને શેર કરનાર લોકોને પણ સામેલ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.