Not Set/ જાણો, સુસાઇડ પહેલા કોની સાથે ફોન પર વાત કરી હતી સુશાંત સિંહ રાજપૂતે

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં તેમના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. 34 વર્ષના સુશાંત સિંહ રાજપૂતના અવસાનના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ ચોંકી ઉઠ્યું છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અનુસાર સુશાંતે રવિવારે […]

Uncategorized
dffe4f973c584c1d232c5303b15538b0 જાણો, સુસાઇડ પહેલા કોની સાથે ફોન પર વાત કરી હતી સુશાંત સિંહ રાજપૂતે

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં તેમના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. 34 વર્ષના સુશાંત સિંહ રાજપૂતના અવસાનના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ ચોંકી ઉઠ્યું છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અનુસાર સુશાંતે રવિવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેની બહેનને ફોન કર્યો હતો. ત્યારબાદ તેણે તેના મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો. સુશાંત અને મહેશે ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’માં કામ કર્યું છે. સુશાંતે આ સિરિયલથી ટેલિવિઝન જગતમાં પગ મૂક્યો હતો.

સુશાંત અભિનેતા મહેશ શેટ્ટીની ખૂબ નજીક હતો અને તેને ભાઈની જેમ માનતો હતો. બંનેએ એકતા કપૂરના બે શો પવિત્ર રિશ્તા અને કિસ દેશ હૈ હૈ મેરા દિલમાં કામ કર્યું હતું. જ્યાં બંનેની મિત્રતા ગાઢ થઈ.

મે મહિનામાં સુશાંતે તેના જન્મદિવસ પર મિત્ર મહેશની શુભેચ્છા પાઠવતી વખતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું- હેપી બર્થડે મેરી જાન.

મહેશ શેટ્ટીએ ઘર એક સપના, પરિચય, બડે અચ્છે લગતે હૈ, કલશ, પ્યાર કો હો જાને દો જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે બોલિવૂડની ફિલ્મોમાં પણ દેખાયો છે. તે ટૂંક સમયમાં અજય દેવગનની સાથે ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળશે. મહેશે અજય દેવગન સાથે ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ શેર કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂતનાં નિધનની તપાસમાં પોલીસ હવે મહેશ શેટ્ટીનું નિવેદન નોંધશે.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.