Not Set/ મુબંઈમાં આફતનો વરસાદ, તૂટ્યો 26 વર્ષનો રેકોર્ડ

  મુંબઈમાં ફરી એકવાર નવી કુદરતી આફત જોવા મળી છે, જ્યાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સાંજથી બુધવાર સવાર સુધીમાં 286.4 મીમી વરસાદ થયો છે. 24 કલાકનાં આ મુશળધાર વરસાદને કારણે છેલ્લા 26 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વળી મુંબઈનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાણી એકઠું થઈ ગયું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો […]

Uncategorized
9e32d80cfc5794cf70693acff35e0d51 1 મુબંઈમાં આફતનો વરસાદ, તૂટ્યો 26 વર્ષનો રેકોર્ડ
 

મુંબઈમાં ફરી એકવાર નવી કુદરતી આફત જોવા મળી છે, જ્યાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે સાંજથી બુધવાર સવાર સુધીમાં 286.4 મીમી વરસાદ થયો છે. 24 કલાકનાં આ મુશળધાર વરસાદને કારણે છેલ્લા 26 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વળી મુંબઈનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાણી એકઠું થઈ ગયું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આ વરસાદ 26 વર્ષ (1994-22020) માં 24 કલાકનો સપ્ટેમ્બરનો બીજો સૌથી મોટો વરસાદ છે. આ સિવાય, 1974 સુધીનો રેકોર્ડ જોઇએ તો સપ્ટેમ્બરમાં 24 કલાકનો ચોથો સૌથી મોટો વરસાદ છે. વળી મંગળવારે સવારે 8.30 થી બુધવારે સવારે 8.30 સુધી, સાંતાક્રૂઝ વેધર સેન્ટરમાં 273.6 મીમી, જ્યારે દક્ષિણ મુંબઈનાં કોલાબા સેન્ટરમાં 122.2 મીમી વરસાદ નોંધાયો હતો. બંને સ્થળોએ નોંધાયેલો વરસાદ ખૂબ ભારેવરસાદની શ્રેણીમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.