Not Set/ મેક્સિકોમાં ફટકાડાની બજારમાં શ્રેણીબંધ વિસ્ફોટ, 27 લોકોના મોત

મેક્સિકોઃ સેન પાબલિટોમાં આવેલી ફટાકડાના બજારમાં થયેલા શ્રેણીબંધ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે જ્યારે 70થી વધુ ઘાયલ થઈ ગયા છે. ફેડરલ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે બજાર મેક્સિકો સિટીથી 20 કિલોમીટર દૂર બહારી વિસ્તારમાં સ્થિત છે. આપાતકાલ સેવા પ્રમુખ ઈસિદ્રો સાંચેજે કહ્યું કે બચાવ અધિકારીઓના મતે મૃતકોની સંખ્યા પ્રાથમિક તપાસમાં બહાર આવી […]

Uncategorized

મેક્સિકોઃ સેન પાબલિટોમાં આવેલી ફટાકડાના બજારમાં થયેલા શ્રેણીબંધ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે જ્યારે 70થી વધુ ઘાયલ થઈ ગયા છે. ફેડરલ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે બજાર મેક્સિકો સિટીથી 20 કિલોમીટર દૂર બહારી વિસ્તારમાં સ્થિત છે. આપાતકાલ સેવા પ્રમુખ ઈસિદ્રો સાંચેજે કહ્યું કે બચાવ અધિકારીઓના મતે મૃતકોની સંખ્યા પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. અને તેને વધવાની આશંકા છે.  સેન પાબલિટો બજારમાં આવેલી પહેલી દુકાનમાં આગ લાગવાના કારણે આખા બજારમાં એક પછી એક વિસ્ફોટો શરૂ થયા હતા. જેની હાલ તસવીરો સામે આવી રહી છે. આ તસવીરોમાં ચારે બાજુ ધુમાડો ફેલાયેલો દેખાય છે અને લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ 2005માં પણ આગ લાગવાથી બજારમાં ઘણું નુકસાન થયું હતું અને તેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતા.