Not Set/ મેદાંતાનું એર એમ્બ્યુલેન્સ વિમાન બેન્કોક પાસ ક્રેશ, પાયલોટની મોત, 4 લોકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલનું એક એર એમ્બ્યુલન્સ વિમાન સોમવારે બેંકોક પાસે ક્રેશ લેન્ડિંગ થયા બાદ ભડકે બળ્યું હતું. આ ઘટનામાં પાયલટનું મોત થયું છે. જ્યારે બે ડોક્ટરર્સ સહિત 4 લોકોને ઇજાઓ થઇ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમારા મિશને માહિતી આપી છે કે […]

Uncategorized
6e5d3bca 0298 11e7 a2a9 8cc6a4d5973b મેદાંતાનું એર એમ્બ્યુલેન્સ વિમાન બેન્કોક પાસ ક્રેશ, પાયલોટની મોત, 4 લોકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલનું એક એર એમ્બ્યુલન્સ વિમાન સોમવારે બેંકોક પાસે ક્રેશ લેન્ડિંગ થયા બાદ ભડકે બળ્યું હતું. ઘટનામાં પાયલટનું મોત થયું છે. જ્યારે બે ડોક્ટરર્સ સહિત 4 લોકોને ઇજાઓ થઇ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમારા મિશને માહિતી આપી છે કે એર એમ્બ્યુલન્સના પાયલટ અરુણાક્ષ નંદીનું મોત થયું છે. ડોક્ટર શૈલેન્દ્ર અને ડોક્ટર કોમલ આઇસીયુમાં છે. જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઇજાઓ થઇ છે. મેદાંતા હોસ્પિટલના સીએમડી ડૉક્ટર નરેન્દ્ર ત્રેહને જણાવ્યું હતું કે એર એમ્બ્યુલન્સ બેંકોક સ્થિત ફેફસાના એક દર્દીને લેવામાં માટે દિલ્હીથી રવાના કરાઇ હતી. વિમાને દિલ્હીથી રવિવારે બેંકકો માટે ઉડાણ ભરી હતી. રસ્તામાં ઇંધણ ભરવા માટે કોલકાતા રોકાયુ હતું. જ્યાર બાદ નાખોન પૈથેમ એરપોર્ટ પાસે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું