Not Set/ મેરઠમાં પીએમ મોદી બોલ્યા SCAM એટલે S સપા,C કૉંગ્રેસ, A અખિલેશ, M માયાવતી

નવી દિલ્હીઃ યૂપીના મેરઠમાં શતાબ્દીનગર સ્થિત માધવકુંજમાં વિજય શંખનાદ સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, અત્યારે ગરીબીમાંથી મુક્તિની લડાઇ છે. અઢી વર્ષમાં અમારી સરકાર પર કોઇ પણ પ્રકારનું કલંક નથી લાગ્યું. શું કારણ છે કે યૂપીના યુવાનોને રોજી રોટી કમાવવા માટે યૂપી છોડીને બહાર જવું પડે છે. વૃદ્ધ માતા પિતાને છોડીને અન્ય શહેરોમાં […]

Uncategorized
મેરઠમાં પીએમ મોદી બોલ્યા SCAM એટલે S સપા,C કૉંગ્રેસ, A અખિલેશ, M માયાવતી

નવી દિલ્હીઃ યૂપીના મેરઠમાં શતાબ્દીનગર સ્થિત માધવકુંજમાં વિજય શંખનાદ સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, અત્યારે ગરીબીમાંથી મુક્તિની લડાઇ છે. અઢી વર્ષમાં અમારી સરકાર પર કોઇ પણ પ્રકારનું કલંક નથી લાગ્યું. શું કારણ છે કે યૂપીના યુવાનોને રોજી રોટી કમાવવા માટે યૂપી છોડીને બહાર જવું પડે છે. વૃદ્ધ માતા પિતાને છોડીને અન્ય શહેરોમાં જીવન પસાર કરવા માટે જવું પડે છે.

પીએમ મોદી સપા, કૉંગ્રેસ, અખિલેશ અને માયાવતીને SCAM ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યૂપીમાં બીજેપીની SCAM સામે લડાઇ છે. S સમાજવાદી, C કૉંગ્રેસ, A અખિલેશ M થી માયાવતી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગરીબો માતા બહેનોને બિમારીમાં સરકાર તરફથી મદદ મળવી જોઇએ. એટલા માટે ભારત સરકારે ચાર હજાર કરોડ રૂપિયામાં યૂપી સરકારને મદદ કરવા માટે આપ્યા હતા. પરંતુ દૂઃખ સાથે કહેવું પડે છે કે, 2014-15 અઢી હજાર કરોડ રૂપિયા સરકાર નથી ખર્ચી શકી. હિસાભ આપવાથી પણ બચી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, 2015-16 માં મદદની રકમ વધારી દીધી હતી. સાત હજાર કરોડ રૂપિયા સરકારને આપ્યા હતા. પરંતુ તેમ છતા 2800 કરોડ રૂપિયા પણ ખર્ચ નથી કરવામાં આવ્યા. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, શું બિમારની પણ જાતી હોય છે ખરી? શું તેની મતબેન્ક થાય છે.?  આ યૂપીની સરકાર દરેક વસ્તુને વોટબેન્કના તરાજૂ પર તોલે છે.

તેમણે સપા-કૉંગ્રેસ ગઠબંધન  પર બોલતા કહ્યું હતું કે, પહેલા ઘણા ગઠબંધન જોયા પરંતું એવું ગઠબંધન નથી જોયું કે જેમા પહેલા એક બીજાને નિશાન બનાવતા હતા હવે ગળે મળે છે. જે પોતાને નથી બચાવી શક્તા તે યૂપીને શું બચાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લખનઉમાં બેઠેલી સરકારને ઘરે ના મોકલવમાં આવે ત્યાં સુધી ત્યાં સુધી જે દિલ્હીથી મોકલું છું  ત્યાં સુધી તે યૂપીમાં નહી પહોંચે. એટલા માટે આ યૂપી સરકારને હટાવવી જરૂરી છે.