ભાજપે સોમવારે કોંગ્રેસ અને ભાગેડુ ઇસ્લામ પ્રચારક ઝાકિર નાઈક વચ્ચેનાં જોડાણનો આરોપ લગાવ્યો હતો. ભાજપનું કહેવું છે કે નાયકે 8 જુલાઈ, 2011 નાં રોજ રાજીવ ગાંધી ટ્રસ્ટને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાની લૂંટ કરનાર મેહુલ ચોક્સીએ ટ્રસ્ટને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ‘મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકનાં છેતરપિંડી કેસમાં સામેલ છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મેહુલ ચોક્સી ફાઉન્ડેશન તરફથી અનેક લાખ રૂપિયા મળ્યા છે. ગીતાંજલી ગ્રુપનું નામ મેહુલ ચોક્સીનાં નામ પર છે. આ હેઠળ બીજી કંપની મેસર્સ નવીરાજ એસ્ટેટ આવે છે. આ કંપનીએ 29 ઓગસ્ટ 2014 નાં રોજ ચેક નંબર 676400 દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 10 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.‘
ભાજપનાં પ્રવક્તાએ કહ્યું કે, ટ્રસ્ટને નાઇકની ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ), મેસર્સ હાર્મોની મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. મેસર્સ હાર્મોની મીડિયા પ્રાઇવેટ લિમિટેડે 2012 થી 2016 ની વચ્ચે આશરે 50 કરોડ રૂપિયા આપ્યા હતા. 2003–04 થી 2016–17 દરમિયાન આઈઆરએફ દ્વારા 64.86 અને 75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ તેની તપાસ કરવામાં આવી રહી છે. આનાથી કોંગ્રેસને પૈસા મળ્યા હતી.‘
પાત્રાએ કહ્યું, ‘નાયકે આરજીએફને દાન ડીસીબી બેંકમાં એકાઉન્ટ નંબર – 00120200000126 માં કર્યુ હતુ. આ એકાઉન્ટ નંબર પીએમએલએ હેઠળ કબજે કરાયો છે. કોંગ્રેસે 12 જુલાઈ 2016 નાં રોજ આરજીએફ મારફત આઈઆરએફને દાન કર્યુ હતું, પરંતુ ડીસીબી બેંકનાં અલગ ખાતા નંબર – 00120200000976 પર આપ્યો હતો. કોંગ્રેસે અલગ ખાતામાં પૈસા મોકલ્યા કારણ કે બીજા ખાતાની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
