Not Set/ મે મહિનામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે પ્રથમ મુલાકાત, બન્ને સરકાર કરી રહી છે તૈયારી

નવી દિલ્હીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચ મે મહિનામાં વૉશિંગ્ટન ડીસીમાં પહેલીવાર મુલાકાત થશે.  બન્ને દેશોની સરકાર પીએમ મોદીની અમેરિકાની યાત્રાનું પ્લાનિંગ કરી રહી છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે જુલાઇમાં હેમ્બર્ગમાં થનાર જી-20 બેઠકમાં પણ મુલાકાત થવાની છે. પરંતુ આ એક મહુપક્ષીય મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અન્સાર બને સરકારો […]

Uncategorized
modi 17 02 2017 1487300454 storyimage મે મહિનામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે પ્રથમ મુલાકાત, બન્ને સરકાર કરી રહી છે તૈયારી

નવી દિલ્હીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચ મે મહિનામાં વૉશિંગ્ટન ડીસીમાં પહેલીવાર મુલાકાત થશે.  બન્ને દેશોની સરકાર પીએમ મોદીની અમેરિકાની યાત્રાનું પ્લાનિંગ કરી રહી છે.

મોદી અને ટ્રમ્પ વચ્ચે જુલાઇમાં હેમ્બર્ગમાં થનાર જી-20 બેઠકમાં પણ મુલાકાત થવાની છે. પરંતુ આ એક મહુપક્ષીય મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અન્સાર બને સરકારો દ્વીપક્ષીય વાતચીત માટે ઉત્સુક છે.

જોકે મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઇ ચૂકી છે. પીએમ મોદી ટ્રમ્પને ફોન પર જીતની શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિએ ફોન કરીન મોદી સાથે ઘણા મુદ્દે ચર્ચા કરી હતી.

બન્ને દેશો વચ્ચે  પરસ્પરના સંબંધોની વાત કરવામાં આવે તો અમેરિકા સાથે રક્ષા મંત્રી એમ્સ મેટસ અને ભારતીય રક્ષા મંત્રી મનોહર પારિકર વચ્ચે પણ વાતચીત થઇ હતી. તે સિવાય અમેરિકની વિદેશ સચિવ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે પણ વાતચિત થઇ હતી.

આ સિવાય ભારત સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે હાલમાં જ અમેરિકાની યાત્રા કરી હતી. તે દરમિયાન તેમણે અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર માઇક ફ્લિન સાથે મુલાકાત કરી હતી.