Not Set/ મોટો ખુલાસો : આતંકવાદીઓની યાદીમાં નાખવા માંગતી મોહન ભાગવતને UPA

દિલ્હી : મોનસૂન સત્ર શરૂ થાય તે પહેલા જ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેના કારણે મોટા હોબાળા ની સંભાવનાને નકારી શકાય તેમ નથી. સમાચાર છે કે, કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએની સરકાર પોતાના અંતિમ દિવસોમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને આતંકવાદીઓની યાદીમાં યુપીએ સરકાર યાદીમાં નાખવા માંગતી હતી. અજમેર અને માલેગાંવ બ્લાસ્ટ બાદ યુપીએ સરકારે હિંદુ […]

Uncategorized

દિલ્હી : મોનસૂન સત્ર શરૂ થાય તે પહેલા જ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેના કારણે મોટા હોબાળા ની સંભાવનાને નકારી શકાય તેમ નથી. સમાચાર છે કે, કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએની સરકાર પોતાના અંતિમ દિવસોમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને આતંકવાદીઓની યાદીમાં યુપીએ સરકાર યાદીમાં નાખવા માંગતી હતી.

અજમેર અને માલેગાંવ બ્લાસ્ટ બાદ યુપીએ સરકારે હિંદુ આતંકવાદ  હેઠળ સરકાર મોહન ભાગવતને ફસાવવા માંગતી હતી. તેના માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીના મોટા અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું.

દાવા મુજબ, તપાસ અધિકારી અજમેર અને ઘણા અન્ય બોમ્બ વિસ્ફોટ મામલે તથાકથિત ભૂમિકા માટે ભાગવતને પૂછપરછ કરવા માટે તેમની અટકાયત કરવા માંગતા હતાં. આ અધિકારી યુપીએના મંત્રીઓના આદેશ પર કામ કરી રહ્યા હતા, જેમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ સામેલ હતા.

કરંટ અફેયર મેગેઝીન કારવામાં ફેબ્રુઆરી ૨૦૧૪ માં શંકાસ્પદ આતંકી સ્વામી અસીમાનંદનું ઇન્ટરવ્યુ છપાયું હતું. તે સમયે તે પંચકુલા જેલમાં હતા. આ ઇન્ટરવ્યુમાં કથિત આધાર પર ભાગવતને હુમલા માટે મુખ્ય પ્રેરક ગણાવ્યા હતા.

ત્યારબાદ યુપીએ સરકારે એનઆઈએ પણ દબાણ કરવાનું શરુ કર્યું, પરંતુ તપાસ એજન્સીના ચીફે તેનો ઇનકાર કરી દીધો હતો. એજન્સીના ચીફ ઇન્ટરવ્યુના ટેપની ફોરેન્સિક તપાસ કરવા ઇચ્છતા હતા. જયારે વસ્તુઓ આગળ ન વધી તો રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસને બંધ કરી દીધો છે .