Not Set/ મોદીજીનું ભારત મજૂર-ખેડૂત-નાના વેપારીઓ મુક્ત ભારત : રાહુલ ગાંધી

  કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારનાં ડિમોનેટાઇઝેશનનાં નિર્ણય અંગે એક નવો વીડિઓ શેર કર્યો છે, જેમાં તેમણે 2016 માં લીધેલા આ પગલાને લઈને સરકારને ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનાં આ નિર્ણયને લીધે જીડીપીમાં ઘટાડો થયો છે, તેનાથી દેશની અસંગઠિત અર્થવ્યવસ્થા તૂટી ગઈ છે. ગુરુવારે શેર કરેલા પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું […]

Uncategorized
f176c5f02bc580af85b98557199075d0 1 મોદીજીનું ભારત મજૂર-ખેડૂત-નાના વેપારીઓ મુક્ત ભારત : રાહુલ ગાંધી
 

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારનાં ડિમોનેટાઇઝેશનનાં નિર્ણય અંગે એક નવો વીડિઓ શેર કર્યો છે, જેમાં તેમણે 2016 માં લીધેલા આ પગલાને લઈને સરકારને ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનાં આ નિર્ણયને લીધે જીડીપીમાં ઘટાડો થયો છે, તેનાથી દેશની અસંગઠિત અર્થવ્યવસ્થા તૂટી ગઈ છે.

ગુરુવારે શેર કરેલા પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘મોદીજીનો’ કેશ-ફ્રી ‘ભારત ખરેખર’ મજૂર-ખેડૂત-નાના ઉદ્યોગપતિ મુક્ત ભારત’ છે. જે પાસુ 8 નવેમ્બર 2016 નાં રોજ ફેંકવામાં આવ્યુ હતુ, તેનુ ભયંકર પરિણામ 31 ઓગસ્ટ 2020 નાં દિવસે સામે આવ્યું હતું. જીડીપીનાં ઘટાડા ઉપરાંત, નોટબંધીથી દેશની અસંગઠિત અર્થવ્યવસ્થાને કેવી રીતે તોડી હતી તે જાણવા માટે મારો વીડિયો જુઓ. તેમણે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, ‘ડિમોનેટાઇઝેશન એ ભારતનાં ગરીબ, ખેડુતો, મજૂરો અને નાના દુકાનદારો પર હુમલો હતો. ડિમોનેટાઇઝેશન એ ભારતનાં અસંગઠિત અર્થતંત્ર પર આક્રમણ હતું. તમે તમારા પૈસા તમારી બેંકની અંદર મૂકી દીધા. પ્રથમ પ્રશ્ન – કાળા નાણુ હટ્યુ? ના. બીજો પ્રશ્ન – ભારતની ગરીબ જનતાને નોટબંધીથી શું ફાયદો થયો? જવાબ – કોઈ નહીં. તો લાભ કોને મળ્યો? ભારતનાં સૌથી મોટા અબજોપતિઓને ફાયદો થયો. કેવી રીતે? ‘

આ પણ વાંચો – કોરોનાનાં ગંભીર દર્દીઓની સારવાર માટે WHO એ કરી આ ભલામણ

રાહુલે કહ્યું, ‘તમારો જે રૂપિયો હતો તમારા ખિસ્સામાંથી તમારા ઘરોમાંથી નિકાળી તેનો ઉપયોગ સરાકારે આ લોકોનાં દેવા માફ કરવા માટે કર્યો. પરંતુ તે માત્ર એક ધ્યેય હતો. બીજો ધ્યેય પણ છુપાયેલો હતો – જમીનને સાફ કરવાનો. જે આપણું ઇનફોર્મલ ક્ષેત્ર, જે અસંગઠિત અર્થતંત્રનું ક્ષેત્ર છે તે રોકડ પર ચાલે છે. નાનો દુકાનદાર હોય, ખેડૂત હોય, મજૂર હોય, તે રોકડ સાથે કામ કરે છે. ડિમોનેટાઇઝેશનનો બીજો ધ્યેય, જેનો હેતુ જમીનને સાફ કરવાનો, અસંગઠિત અર્થવ્યવસ્થાની સિસ્ટમમાંથી રોકડ નાણાંને કાઠવાનો. વડા પ્રધાને પોતે કહ્યું હતું કે, તેઓ કેશલેસ ભારત ઇચ્છે છે. કેશલેસ હિન્દુસ્તાન ઇચ્છે છે. જો કેશલેસ ભારત હશે, તો અસંગઠિત અર્થતંત્રનો અંત આવશે. 

રાહુલે કહ્યું કે, આ હુમલાને માન્યતા આપીને સમગ્ર દેશને તેની સામે લડવું પડશે. તેમણે કહ્યું, ‘ડિમોનેટાઇઝેશન એ ભારતનાં ગરીબ, ખેડુતો, મજૂરો અને નાના દુકાનદારો પર હુમલો હતો. ડિમોનેટાઇઝેશન એ ભારતની અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો હતો અને આપણે આ હુમલાની ઓળખ કરવી પડશે અને સમગ્ર દેશે તેની સામે મળીને લડવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.