ડાપ્રધાન મોદી આ અઠવાડિયાના અંતમાં અમેરિકા, પોર્ટુગલ અને નેધરલેન્ડ્સના પ્રવાસે જઈ રહ્યા છે. આ ત્રણ દેશો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)ના સભ્ય છે. મોદીનાઆ પ્રવાસ પર સ્વાભાવિક રીતે ભારત આ ગ્રુપમાં સામેલ થવા માટે આ દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે.
ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારતને એનએસજીમાં સામેલ કરવાનો સપોર્ટ કર્યો હતો. એવામાં હવે ભારત ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીવાળા નવા એડમિનિસ્ટ્રેશનથી પણ આજ વાયદાની પુષ્ટિ ઈચ્છશે.
– મોદી સરકારના એક ટોપ સોર્સે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, અમેરિકન સરકારે સંકેત આપ્યો છે કે ભારતના એનએસજી સભ્ય બનવાને લઈને તેમના વ્યૂહમાં કોઈ ફેરફાર નથી આવ્યો. એવામાં આ પ્રવાસમાં અમે એડમિનિસ્ટ્રેશનથી તેની સ્પષ્ટતા ઈચ્છીશું.
