Not Set/ મોની રોયને આવી સુશાંત સિંહની યાદ, શેર કર્યો આ થ્રોબેક ફોટો

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ તેના ચાહકો જ નહીં બોલીવુડના કલાકારો પણ તેને યાદ કરી રહ્યા છે. બોલીવુડના તમામ કલાકારોએ સુશાંત સાથે ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીની તેમની જૂની યાદો શેર કરી છે. હવે અભિનેત્રી મોની રોયે પણ સુશાંત સાથે તેની કેટલીક જૂની તસ્વીરો શેર કરી છે અને તેને યાદ કર્યો છે. તસ્વીરો જોઈને લાગી રહ્યું […]

Uncategorized
772b9a9c448c7fcf2944e7ac615748f5 મોની રોયને આવી સુશાંત સિંહની યાદ, શેર કર્યો આ થ્રોબેક ફોટો

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ તેના ચાહકો જ નહીં બોલીવુડના કલાકારો પણ તેને યાદ કરી રહ્યા છે. બોલીવુડના તમામ કલાકારોએ સુશાંત સાથે ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીની તેમની જૂની યાદો શેર કરી છે. હવે અભિનેત્રી મોની રોયે પણ સુશાંત સાથે તેની કેટલીક જૂની તસ્વીરો શેર કરી છે અને તેને યાદ કર્યો છે. તસ્વીરો જોઈને લાગી રહ્યું છે કે બંને વચ્ચે કેટલું સારું બોન્ડિંગ રહ્યું હશે.

પહેલી તસ્વીરમાં સુશાંતે ડેમેઝ જીન્સ અને ટીશર્ટ પહેરી છે. તેના વાળ ખૂબ જ લાંબા છે, તેથી અનુમાન લગાવી શકાય છે કે આ તસ્વીર તેની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી દરમિયાનની છે. તસ્વીરના કેપ્શનમાં મોનીએ લખ્યું, “યાદ છે?” મોનીએ શેર કરેલી આ તસ્વીર પરના કોમેન્ટ બોક્સ પર હિના ખાને પણ જવાબ આપ્યો છે.

View this post on Instagram

Remember…..?…♥️…..

A post shared by mon (@imouniroy) on

હિના ખાને કોમેન્ટ બોક્સમાં લખ્યું, “Aawww.” તેણે હાર્ટ ઇમોજી બનાવીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. મોનીએ શેર કરેલી આ તસ્વીર પર હિના ખાન સિવાય ઘણા સેલેબ્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને યાદ અપાવી દઈએ કે મોની અને સુશાંત બંને એવા કલાકારો છે જેમણે નાના પડદાથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેમની પોતાની કુશળતાથી મોટા પડદા સુધીનો સફર નક્કી કર્યો છે.

મોની વર્ષ 2006 થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી અને તેને વર્ષ 2018 માં પહેલી હિન્દી ફિલ્મ મળી. તે પ્રથમ ફિલ્મ ગોલ્ડમાં મુખ્ય અભિનેત્રી તરીકે અક્ષય કુમાર સાથે મોટા પડદે દેખાઇ હતી. મોનીએ એનિમેટેડ ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.