Not Set/ મોહન ભાગવતે કરી અનામતની તરફેણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અનામતની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે જાતિગત છૂત-અછૂતને કારણે આપણા જ સમાજમાં એક મોટો વર્ગ પછાત રહી ગયો છે. આ અંતરને આપણે ખૂબ જલદી ખત્મ કરવો જરૂરી છે.જયપુરના ચિત્રકૂટ સ્ટેડિયમમાં RSSના ‘સ્વર ગોવિંદમ’ કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધન વખતે તેમણે આ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું […]

India
580393 bhagwat mohan 041017 મોહન ભાગવતે કરી અનામતની તરફેણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે અનામતની તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે, દેશનું દુર્ભાગ્ય છે કે જાતિગત છૂત-અછૂતને કારણે આપણા જ સમાજમાં એક મોટો વર્ગ પછાત રહી ગયો છે. આ અંતરને આપણે ખૂબ જલદી ખત્મ કરવો જરૂરી છે.જયપુરના ચિત્રકૂટ સ્ટેડિયમમાં RSSના ‘સ્વર ગોવિંદમ’ કાર્યક્રમના સમાપન સમારોહમાં સંબોધન વખતે તેમણે આ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું કે ભેદભાવ દૂર કરવા માટે બંધારણમાં જે જોગવાઇઓ છે તેને યોગ્ય રીતે લાગુ કરવી જોઇએ. તેમણે કહ્યું કે, વિષમતા ખત્મ થાય ત્યાંસુધી પાછળ છૂટી ગયેલા લોકોને લાભ મળતો રહે તે જરૂરી છે. તેમણે આંબેડકરને યાદ કરતા જણાવ્યું કે આંબેડકરે કહ્યું હતું કે, આપણે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી છે. આર્થિક સ્વતંત્રતાની જોગવાઇઓ બંધારણમાં છે પરંતુ દેશમાં સ્વતંત્રતા અને સમાનતા લાવવી હોય તો સમાનતા રાખવી પડશે