Not Set/ મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ 5000 વર્ષ પછી પણ આજે કુરુક્ષેત્રની ભૂમિ પર સત્તા માટે સંઘર્ષ ચાલુ

આજે પણ કુરુક્ષેત્રની ભૂમિ પર સત્તા માટે સંઘર્ષ ચાલુ છે. મરાઠા વીર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર આજે સત્તા માટે મહાભારત ચાલી રહ્યું છે. પોતાને મરાઠા વીર છત્રપતિ શિવાજીના રાજકીય વારસ ગણાવતા મરાઠા માનુષ ની ભલાઈ માટે અસ્તિત્વમાં આવેલી શિવસેના આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામના 7 દિવસ બાદ પણ સત્તા માટે ભાજપ સાથે સત્તા બનાવના […]

Top Stories India
maharashtra મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ/ 5000 વર્ષ પછી પણ આજે કુરુક્ષેત્રની ભૂમિ પર સત્તા માટે સંઘર્ષ ચાલુ

આજે પણ કુરુક્ષેત્રની ભૂમિ પર સત્તા માટે સંઘર્ષ ચાલુ છે. મરાઠા વીર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર આજે સત્તા માટે મહાભારત ચાલી રહ્યું છે. પોતાને મરાઠા વીર છત્રપતિ શિવાજીના રાજકીય વારસ ગણાવતા મરાઠા માનુષ ની ભલાઈ માટે અસ્તિત્વમાં આવેલી શિવસેના આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામના 7 દિવસ બાદ પણ સત્તા માટે ભાજપ સાથે સત્તા બનાવના મુડ માં નથી.

તો બીજી બાજુ કોંગ્રેસ અને NCP મોકાની રાહમાં બેઠા છે. જો શિવસેના ઈશારો કરે તો સમર્થન માટે તૈયાર જ છીએ. જયારે બીજી બાજુ  ભાજપ પણ અપક્ષ ને પોતાના પક્ષે કરીને સત્તા બનાવાના જોડ તોડ માં લાગી ગઈ છે. ભાજપે પણ પોતાની ચાણક્ય નીતિ અપનાવીને શિવસેનાને સ્પષ્ટ કહી દીધું છે કે,  તમારા 45 ધારાસભ્યો અમારી સાથે સંપર્કમાં છે… શું કરો સીએમ… સીએમ… કરો છો…!

મહારાષ્ટ્રની ધરતી પર આજે પણ હજારો વર્ષ પછી કુરુક્ષેત્રની ભૂમિ પર શાસન મેળવવા માટે કંઈ બદલાયું નથી…! ફરક માત્ર…. એટલો જ છે કે, ત્યારે ચૂંટણી નાં હતી. આજે ચૂંટણી છે, પરંતુ પ્રજાના મતનું કોઈ મહત્વ નથી. આજે મહારાષ્ટ્રના મતદારો સાથે પણ એવું જ થઈ રહ્યું છે… ..!

શિવસેના 50-50 ફોર્મ્યુલા હેઠળ સરકાર બંનાવવા માંગે છે, જે અનુસાર પહેલા અઢી વર્ષ માટે CM પદ ની માંગણી કરી રહી છે. પરંતુ બીજેપીએ સ્પષ્ટ કહ્યું કે  મુખ્યમંત્રી તો એકમાત્ર દેવેન્દ્ર ફડણવીસ જ હશે.

મહારાષ્ટ્રમાં સતત અરાજકતા વચ્ચે ભાજપે ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. બુધવારે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક મળી હતી, જેમાં મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલ અને વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે બેઠક કરીને દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવાની દરખાસ્ત કરી હતી, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. દિલ્હીથી નિરીક્ષક બનવા માટે મહારાષ્ટ્ર પહોંચેલા નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, ભાજપ શિવસેના સાથે વાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ સરકારની રચના કરશે.

શિવસેનાની સાથે સરકાર રચાશે

ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માને છે. 2014 અને 2019 માં, અમે લડ્યા અને જીત મેળવી હતી.  તેમણે કહ્યું કે જે પણ અફવાઓ છે તેના પર ધ્યાન ન આપવું જોઇએ, ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવશે. શિવસેનાની થોડી માંગ છે, તેઓનું નિરાકરણ લાવવામાં આવશે.

ફડણવીસે પોતાના ભાષણમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે અમને કેટલાક અપક્ષોને પણ ટેકો મળ્યો છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા પ્રફુલ પટેલનું નિવેદન

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે હજી ઝગડો છે. શિવસેના હજી પણ 50-50 ના ફોર્મ્યુલા પર અડગ છે. તે જ સમયે, બુધવારે મુંબઇમાં મળેલી બેઠક દરમિયાન ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. શિવસેના-ભાજપની સરકાર બનાવવા માટેના આ જ ખેંચાણ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા પ્રફુલ પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે મીડિયાને કહ્યું કે તેમને વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે. જો પરિસ્થિતિ બદલાય તો આપણે નિશ્ચિતપણે કઈક વિચારીશું.

શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું છે કે અહીં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં છે,

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની સરકારની વચ્ચે સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં છે, અમારી પાસે અન્ય વિકલ્પ છે.

શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સરકારની રચના અને અધ્યક્ષને લઈને ઝઘડો થયો છે. દરમિયાન શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું છે કે અહીં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં છે, અમારી પાસે અન્ય વિકલ્પ છે. સંજય રાઉતે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પો પણ છે, પરંતુ અમે તે વિકલ્પને સ્વીકારવાનું પાપ કરવા માંગતા નથી. શિવસેનાએ હંમેશાં સત્યનું રાજકારણ કર્યું છે, આપણે સત્તાના ભૂખ્યા નથી.

આ બધાજ વિવાદમાં દેશભરની જનતાની નજરો અત્યારે મહારાષ્ટ્રમાં કોની સરકાર બને છે અને કોણ મુખ્યમાતરી તરીકે શપથ ગ્રહ કરે છે, તેના ઉપર છે. ત્યારે જોવું એ રહ્યું કે, ભાજપના ચાણક્યની જીત થાય છે કે, પછી શિવસેના અપક્ષ અને  NCP અને કોન્રેસ સાથે મળી ને સરકાર બનાવે છે….????

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.