Not Set/ મેડમ તુસાદ લન્ડનમાં અનુષ્કા શર્મા બાદ હવે પદ્માવત મુવીના આ એક્ટર્સના બનશે વેક્સ સ્ટેચ્યુ

મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રતિષ્ઠત સુપરસ્ટારના સ્ટેચ્યુ બનાવામાં આવે છે. ભારતમાંથી ઘણા બધા સુપરસ્ટારના વેક્સ સ્ટેચ્યુ એ મ્યુઝિયમમાં છે અને હવે આ લીસ્ટમાં ભારતના બીજા ‘૨’ સુપરસ્ટાર ના નામ શામિલ થવાના છે. પદમાવત મુવીના શાહિદ કપૂર અને બ્યુટીફૂલ દિપીકા પાદુકોણ હવે આ સમ્માનના હકદાર બન્યા છે. દીપિકાએ આ વાત પોતાના ફેસબુક લાઇવમાં કરી હતી અને પોતાની […]

India Entertainment
Padmavati 3 1 મેડમ તુસાદ લન્ડનમાં અનુષ્કા શર્મા બાદ હવે પદ્માવત મુવીના આ એક્ટર્સના બનશે વેક્સ સ્ટેચ્યુ

મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રતિષ્ઠત સુપરસ્ટારના સ્ટેચ્યુ બનાવામાં આવે છે. ભારતમાંથી ઘણા બધા સુપરસ્ટારના વેક્સ સ્ટેચ્યુ એ મ્યુઝિયમમાં છે અને હવે આ લીસ્ટમાં ભારતના બીજા ‘૨’ સુપરસ્ટાર ના નામ શામિલ થવાના છે.

પદમાવત મુવીના શાહિદ કપૂર અને બ્યુટીફૂલ દિપીકા પાદુકોણ હવે આ સમ્માનના હકદાર બન્યા છે. દીપિકાએ આ વાત પોતાના ફેસબુક લાઇવમાં કરી હતી અને પોતાની ઇન્સ્ટા પ્રોફાઈલ પર ફોટો પણ શેર કર્યા હતા જયારે બોલીવુડના હેન્ડસમ એકટર શાહિદ કપૂરે પોતાના ઇન્સ્ટા પર આ વાત શેર કરી હતી.

આ સ્ટેચ્યુ લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાન પામશે અને ત્યારબાદ દિલ્લીના મેડમ તુસાદ મ્યુઝીયમમાં સ્થાન પામશે. મેડમ તુસાદની એક્સપર્ટ ટીમે દીપિકાની લંડનમાં મુલાકાત લીધી હતી અને ઘણા બધા ફોટોગ્રાફ અને માપ લીધા હતા.

આ સિવાય આ મ્યુઝીયમમાં અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, શાહરૂખ ખાન તેમજ સચિન તેંદુલકર પણ શામેલ છે. પદમાવત મુવીમાં આ બન્ને સ્ટાર શાહિદ કપૂર અને દિપીકા પાદુકોણ દેખાયા હતા અને હવે બન્ને તુસાદ મ્યુઝીયમમાં પણ સ્ટેચ્યુ સ્વરૂપે દેખાશે.