Not Set/ દેશમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડની નજીક, ગુજરાતમાં 1500+ નવા કોરોના પોઝિટિવ

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના 36,011 નવા કેસ નોંધાયા છે, જ્યારે 482 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં કોરોના ચેપગ્રસ્ત

India
asdq 125 દેશમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડની નજીક, ગુજરાતમાં 1500+ નવા કોરોના પોઝિટિવ

ભારતમાં કોરોના કેસો પર નજર કરીએ તો આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 91,00,792 લોકો કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે, જ્યારે કુલ 4,03,248 સક્રિય કેસ નોંધાયા છે.દેશમાં હવે કોરોનાવાયરસની ગતિ ધીમી જોવા મળી રહી છે. કોરોના ગ્રાફ નીચે આવી રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, નવા કેસો નોંધાયા બાદ દેશમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા 96 લાખના આંકડાને સ્પર્શે છે.

rajkot / રાજકોટ અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત થયેલા વધુ એક દર્દીનુ મોત, મૃત્…

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના 36,011 નવા કેસ નોંધાયા છે, જ્યારે 482 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 96,44,222 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 91,0792 લોકો સાજા થયા છે, જ્યારે દેશમાં હાલમાં 4,32 ,248 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1,40182 થઈ ગઈ છે. આઈસીએમઆર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,57,763 કોરોના કેસની તપાસ થઈ છે.

CoronaUpdateIndia / દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ…

શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 4,922 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં ચેપના કુલ કેસ વધીને 18,47,509 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવિડ -19 ને કારણે વધુ 95 દર્દીઓ મૃત્યુ પામ્યા, જેમાં મૃતકોની સંખ્યા 47,694 પર પહોંચી ગઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,15,884 દર્દીઓ સાજા થયા છે અને 82,849 દર્દીઓ સારવાર હેઠળ છે. મુંબઈમાં ચેપના નવા 758 કેસ નોંધાયા છે અને 19 વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.કેરળમાં સૌથી વધુ 5,448 કેસ નોંધવામાં આવ્યા છે.મહારાષ્ટ્રથી પણ વધુ કોરોના કેસ કેરળમાં નોંધાયા છે.મહારાષ્ટ્રમાં 4,922 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા.

Cylinder blast / મુંબઈના લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટ, 20 લોકો ઘાયલ…

ગુજરાતમાં 5મી ડિસેમ્બરે કોરોનાના કેસો ફરીથી 1500ને પાર થય છે.24 કલાકમાં 1535 કોરોના દર્દીઓ થયાં સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે વધુ 15નાં મોત નિપજ્યા છે, અમદાવાદમાં સૌથી વધુ 9નાં મોત થયા હોવાનું નોંધવામાં આવ્યું છે તેમજ
રાજ્યમાં હાલમાં 14742 એક્ટિવ કેસ છે. તથાકુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 332 કેસ, સુરતમાં 241 કેસ કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યા છે.રાજકોટમાં 145 કેસ અને 3નાં મોત,વડોદરામાં 178 કોરોનાના નવા કેસ, મહેસાણામાં 73 અને સાબરકાંઠામાં 43 કેસ પોઝિટિવ નોંધવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…