Not Set/ યુઝવેન્દ્ર ચહલનો મોટો ઘટસ્ફોટ, ધોનીનાં સન્યાસ લેવા પાછળ આ છે જવાબદાર

  મહેન્દ્રસિંહ ધોનીનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસનાં નિર્ણય બાદ તેના ફેન્સ નાખુશ થયા છે. ફેન્સનું માનવુ છે કે, ધોની હજુ ઘણુ ભારતીય ટીમને આપી શકતો હતો. આ વચ્ચે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર સિંહ ચહલે ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યુ કે, કોરોનાએ ધોનીની કારકિર્દી ખતમ કરી દીધી છે, નહીં તો તે ટી-20 વર્લ્ડ કપમાં રમી શક્યા […]

Uncategorized
371042f53f4ed057ed880ebe3d844565 યુઝવેન્દ્ર ચહલનો મોટો ઘટસ્ફોટ, ધોનીનાં સન્યાસ લેવા પાછળ આ છે જવાબદાર
 

મહેન્દ્રસિંહ ધોનીનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસનાં નિર્ણય બાદ તેના ફેન્સ નાખુશ થયા છે. ફેન્સનું માનવુ છે કે, ધોની હજુ ઘણુ ભારતીય ટીમને આપી શકતો હતો. આ વચ્ચે લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર સિંહ ચહલે ચોંકાવનારું નિવેદન આપ્યુ છે.

યુઝવેન્દ્ર ચહલે કહ્યુ કે, કોરોનાએ ધોનીની કારકિર્દી ખતમ કરી દીધી છે, નહીં તો તે ટી-20 વર્લ્ડ કપમાં રમી શક્યા હોત. મારા અને કુલદીપ યાદવનાં કેરિયરમાં ધોનીએ ઘણી  મદદ કરી છે. તેમણે અમને મોટા ભાઈની જેમ બધુ જ ઉંડાણપૂર્વક જણાવ્યુ છે. જો કોઈ ભૂલ થતી હતી, તો તે અમને સમજાવતા હતા. તેમના વિકેટ પાછળ ઉભા રહેવાથી અમને બંનેને ઘણો ફાયદો થયો. ચહલે એક ટીવી કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, તે હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે અને હું ઈચ્છું છું કે તે હજી પણ રમે. ભારતીય સ્પિનર ​​ચહલે કહ્યું કે, જ્યારે પણ ધોની મેદાન પર રહેતા હતા તો મારુ 50 ટકા કામ થઇ જતુ હતુ. તેણે કહ્યું કે, ધોની અગાઉથી જાણતા હતા કે પિચ કેવી હશે અને તેનાથી અમને મદદ મળતી હતી. જો તે નથી, તો પિચને સમજવામાં અમને બે ઓવર થઇ જાય છે.

બીજી તરફ, બીસીસીઆઈનાં ભૂતપૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસે કહ્યું કે, બે વખતનાં વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિધ્ધિ મેળવવા માટે કંઈ બાકી રહ્યુ નહોતુ. શ્રીનિવાસન એ એમ પણ કહ્યું કે ધોનીની નિવૃત્તિથી એક યુગનો અંત આવ્યો છે. શ્રીનિવાસને કહ્યું, જ્યારે ધોની કહે છે કે તે નિવૃત્ત થઈ રહ્યો છે, તો તે એક યુગનાં અંત જેવું છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007 માં ટી 20 વર્લ્ડ કપ, 2011 માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફીની સફળતા પણ છે. તે ઉત્કૃષ્ટ કેપ્ટન, શાનદાર વિકેટકીપર, આક્રમક બેટ્સમેન રહી ચૂક્યો છે. એક ખેલાડી કે જેણે પૂરી ટીમને પ્રેરણા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.