Not Set/ યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર/ મુંબઈ ડોક પરથી અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ રવાના

  સમગ્ર દેશની નજર જેના પર સ્થિર થઇ છે તે ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટની આજે મુંબઈથી અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી નીકળીને ભાવનગર અલંગ શિપ બ્રેકીંગ તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો જહાજ આગામી 3-4 દિવસમાં ભાવનગરના અલંગ ખાતે આવી પહોંચશે. જ્યાં આ જહાજને […]

Uncategorized
bdb8d2d1f75c548aeb140e94764da634 1 યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર/ મુંબઈ ડોક પરથી અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ રવાના
 

સમગ્ર દેશની નજર જેના પર સ્થિર થઇ છે તે ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટની આજે મુંબઈથી અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. મુંબઈના નેવલ ડોકયાર્ડમાંથી નીકળીને ભાવનગર અલંગ શિપ બ્રેકીંગ તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યું છે. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો જહાજ આગામી 3-4 દિવસમાં ભાવનગરના અલંગ ખાતે આવી પહોંચશે.

જ્યાં આ જહાજને સત્તાવાર વિદાય આપવામાં આવશે. INS વિરાટને 4 ટગથી ખેંચીને લાવવામાં આવી રહ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) ખાતે જહાજને ખેંચવા માટેની વિંચ, ચેઇન, કપ્પા સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી છે. શિપને મુંબઇથી અલંગ એન્કરેજ સુધી પહોંચવા માટે 3-4 દિવસ લાગશે.

A picnic on INS Viraat? Sujata Anandan recalls night she spent on the  aircraft carrier

કસ્ટમ્સ, GMB, GPCB સહિતની સરકારી કામગીરીઓ ત્વરીત કરી શકાય તેના માટે સંકલન સાધવામાં આવ્યું છે. મહત્વનું છે કે અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 દ્વારા ઓનલાઇન ઓક્શનમાં 38.45 કરોડ રૂપિયાની કિંમતે INS વિરાટ ખરીદી લીધું છે.INS વિરાટએ અલંગ ખાતે ભંગાણ માટે આવનારૂ નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે.

મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, UKનું નેવી જહાજનું અગાઉ બ્રેકીંગ કરેલ, તે ઉપરાંત અન્ય વિદેશી જહાજોને ભાંગવાનો બહુળો અનુભવ છે. INS વિરાટને ભાંગવા માટે 8થી 10 મહિનાનો સમય લાગી શકે છે. ભારતીય નૌસેનાનું જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું.

INS Viraat, Indian Navy's Grand Old Lady, to retire today after 30-year  service - India News

INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ

INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજું વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી અને આ પહેલાં તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનું હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું, જેનો મતલબ થાય છે કે જેનો સમુદ્ર પર કબજો છે એ જ સૌથી વધુ બળવાન છે. INS વિરાટનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. એ દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું અને તેમ છતાં સારી કન્ડિશનમાં હતું. એને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતું હતું.

INS Viraat could go the Vikrant way | Deccan Herald

પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે એ ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનારું જહાજ છે18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ 1987માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય સેનામાં કાર્યરત રહ્યું હતું અને 23 જુલાઇ 2016ના અંતિમ સફર ખેડી હતી. નેવી યુદ્ધ જહાજ તરીકે સૌથી વધુ 56 વર્ષ સેવા આપનાર INS વિરાટ ભારતમાં 30 વર્ષ સુધી સેવામાં રહીને કારગીલ જેવા યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અલંગ શિપ યાર્ડના ઈતિહાસમાં સૌથી મોટું INS વિરાટ યુદ્ધ જહાજ બ્રેકીંગ માટે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….