Not Set/ યૂપીમાં 3700 કરોડની ઓનલાઇન ઠગાઇ આવી સામે, 7 લોખ લોકો સાથે ઠગાઇ કરવામાં આવી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ એસટીએફે સોશિયલ ટ્રેડિંગના નામ પર લગભગ 3700 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે એસટીએફ કંપનીના માલિક સહિત ત્રણ લોકોની ઘરપકડ પણ કરી છે. અને કંપનીનું ખાતું પણ સીલ કરી દેવામાં આવ્યું છે. જેમા અંદાજે લગભગ 500 કરોડ રૂપિયા જમા હતા. એસટીએફે આ ધરપકડ નોઇડાના સેક્ટર 63ના એક બ્લોકમાં ચાલી […]

Uncategorized
140041 online યૂપીમાં 3700 કરોડની ઓનલાઇન ઠગાઇ આવી સામે, 7 લોખ લોકો સાથે ઠગાઇ કરવામાં આવી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ એસટીએફે સોશિયલ ટ્રેડિંગના નામ પર લગભગ 3700 કરોડ રૂપિયાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ મામલે એસટીએફ કંપનીના માલિક સહિત ત્રણ લોકોની ઘરપકડ પણ કરી છે. અને કંપનીનું ખાતું પણ સીલ કરી દેવામાં આવ્યું છે. જેમા અંદાજે લગભગ 500 કરોડ રૂપિયા જમા હતા.

એસટીએફે આ ધરપકડ નોઇડાના સેક્ટર 63ના એક બ્લોકમાં ચાલી રહેલી કંપનીમાં કરી હતી. એસટીએફના જણાવ્યા અનુસાર આ લોકોએ લગભગ સાત લાખ લોકો સાથે પોંજી સ્કીમ દ્વારા ડિજીટલ માર્કેટિંગના નામ પર ચાલતી કંપનીએ આવડા મોટી ઠગાઇને અંજામ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ  એસટીએફના વરિષ્ઠ પોલીસ અધિક્ષક  અમિત પાઠકે જણાવ્યું હતું કે, એસટીએફને માહિતી મળી હતી કે, સેક્ટર-63ના કે બ્લોકમાં અબ્લેજ ઇન્ફૉ સૉલ્યૂશંસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પોંજી સ્કીમ મુજબ બનાવટ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતુ કે, કંપની લોકોને સોશિયલ ટ્રેન્ડ બિજ પોર્ટલ સાથે જોડાવા માટે 50 થી 60 હજાર રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવા માટે કહેવામાં આવતું હતું. ત્યાર બાદ દરેક સભ્ય પોર્ટલ પર ચાલનાર જાહેરાત પર એક ક્લિક પર ઘેર બેઠા 5 રૂપિયા આપવામાં આવતા હતા. દરેક સભ્યોએ તેમની નીચે બે લોકોને જોડવાના હતા. ત્યાર બાદ  સભ્યોને વધારાના પૈસા મળતા હતા. તેમણે જણાવ્યું હતું કે, કંપની પોતાની જાહેરાત ખુદ ડિઝાઇન કરી પોર્ટલ પર નાખતી હતી. અને સભ્યો પાસેથી લીધેલા પૈસા તેમને જ પરત કરતી હતી.