Not Set/ યૂપી ચૂટણીમાં સપા-કૉંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન, સીટોની વહેંચણી પર અટક્યો મામલો

લખનઉઃ મેચ અને રાજકારણમાં ક્યારે શું થશે તેનું અનમાન લગાવવું મુશ્કેલ હોય છે.યૂપીના રાજકારણમાં પણ શનિવારે કંઇક આવું જ જોવામળ્યું હતું.સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ યૂપી ચૂંટણીમાં કૉંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન નહી થાય. 16 જાન્યુઆરીએ ચૂંટણી ચિન્હ લઇને ચૂંટમી પંચનો નિર્ણય આવ્યા બાદ એસપી અને કૉંગ્રેસના ગઠબંધનની અટકળો તેજ બની ગઇ હતી. કૉંગ્રસ […]

Uncategorized
યૂપી ચૂટણીમાં સપા-કૉંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન, સીટોની વહેંચણી પર અટક્યો મામલો

લખનઉઃ મેચ અને રાજકારણમાં ક્યારે શું થશે તેનું અનમાન લગાવવું મુશ્કેલ હોય છે.યૂપીના રાજકારણમાં પણ શનિવારે કંઇક આવું જ જોવામળ્યું હતું.સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ યૂપી ચૂંટણીમાં કૉંગ્રેસ અને સપા વચ્ચે ગઠબંધન નહી થાય.

16 જાન્યુઆરીએ ચૂંટણી ચિન્હ લઇને ચૂંટમી પંચનો નિર્ણય આવ્યા બાદ એસપી અને કૉંગ્રેસના ગઠબંધનની અટકળો તેજ બની ગઇ હતી. કૉંગ્રસ તરફથી ગુલામનબી આઝાદે બને પાર્ટીઓને ગઠબંધનનું એલાન પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આજે આ ગઠબંધન પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટી ગઠબંધન મુજબ કૉંગ્રેસને 99 સીટની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કૉંગ્રેસે સપાની આ ઓફરને નક્કારી દીધી છે. અને તેને 120 સીટની માંગ કરી હતી. જેના પર અખિલેશે કહ્યું હતું કે, ફરી ગઠબંધન નહીં થઇ શકે.