ટીવી સીરીયલ ને ટકાવી રાખવું સહેલું નથી. આથી કોઈ આશ્ચર્ય નથી કે આજકાલ ટીવી શૉઝ વિચિત્ર ટ્રેક્સ પર આધાર રાખે છે, જેમાં માખી તથા ભૂત-પ્રેત માં માણસ નું રૂપ બદલાઈ જતું હોય છે. પરંતુ, ‘યે રીશ્તા ક્યા કહલાતા હૈ’ વર્ષોથી ‘ફેમિલી ડ્રામા’ શૉ છે. એટલું જ નહીં, હવે તે 2500 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યુ છે, જે તેને સૌથી લાંબા સમય સુધી ચાલેલી હિન્દી ટેલિવિઝન શૉ બનાવે છે. તે ભૂત-પ્રેત નો ઉપયોગ કર્યા વગર પણ રેટિંગ્સ ચાર્ટ પર સારો દેખાવ કરે છે.
નિર્માતા-દિગ્દર્શક રાજન શાહી કહે છે, ‘હું હંમેશાં કહું છું કે’યે રીશ્તા ક્યા કહલાતા હૈ’ ભગવાન નો પોતાનો શૉ છે, તે ટીમ-વર્ક નુ એક સારુ ઉદાહરણ છે, અમે સારા અને ખરાબ દિવસો સાથે જોયા છે, પરંતુ હંમેશા ટીમનો ઉત્સાહ, ઊર્જા અને વિનમ્રતા યથાવત રહી છે. આ શૉ સમય સાથે વિકસિત થયો છે, પરંતુ શૉ મા આત્મા અને હકારાત્મકતા પહેલા દિવસ જેવા જ છે.”
