Not Set/ યોગેશ્વરના લગ્નથી ગામને મળી ભેટ, મુખ્યમંત્રી ગામના વિકાસ માટે કરી જાહેરાત, જાણો

નવી દિલ્હીઃ ઓલંપિકમાં બૉન્જ મેડલ વિજેતા યોગેશ્વર દત્તના સોમવારે કૉંગ્રેસના નેતા જયભગવા શર્માની પુત્રી શીતલ શર્મા સાથે લગ્ન કર્યા છે. યોગેશ્વર દત્તના લગ્નમાં હરિયાણાના મુખ્યંત્રી મનોહર લાલ ખટ્ટર પણ પહોંચ્યા હતા. લગ્નમાં આશિર્વાદ આપવા માટે આવેલા મનોહર લાલે યોગેશ્વરને એક અનોખી ભેટ પણ આપી હતી. મુખ્યમંત્રીએ તેના લગ્નમાં તેના ગામન વિકાસ માટે 10 કરોડ રૂપિયા […]

India Sports
yogehsar1484621114 big યોગેશ્વરના લગ્નથી ગામને મળી ભેટ, મુખ્યમંત્રી ગામના વિકાસ માટે કરી જાહેરાત, જાણો

નવી દિલ્હીઃ ઓલંપિકમાં બૉન્જ મેડલ વિજેતા યોગેશ્વર દત્તના સોમવારે કૉંગ્રેસના નેતા જયભગવા શર્માની પુત્રી શીતલ શર્મા સાથે લગ્ન કર્યા છે. યોગેશ્વર દત્તના લગ્નમાં હરિયાણાના મુખ્યંત્રી મનોહર લાલ ખટ્ટર પણ પહોંચ્યા હતા. લગ્નમાં આશિર્વાદ આપવા માટે આવેલા મનોહર લાલે યોગેશ્વરને એક અનોખી ભેટ પણ આપી હતી. મુખ્યમંત્રીએ તેના લગ્નમાં તેના ગામન વિકાસ માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના આ ગીફ્ટથી ગામનો વિકાસ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, યોગેશ્વરે સમગ્ર વિશ્વમાં ગામનું નામ રોશન કર્યું છે. એટલા માટે આજે ગામની તમામ માંગો પૂરી કવરાનું વચન આપું છું. ગામમાં પીવાનું પાણી, ખેતરો માટે નહેરો માટે પાણી, પાક્કા રસ્તા જેવી તમામ જરૂરતની વસ્તુઓ પર કામ કરવામાં આવશે. એના માટે મુખ્યમંત્રીએ 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના આ ગીફ્ટથી ગામનો વિકાસ કરવામા આવશે.