વેપારીઓની સંસ્થા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આ વર્ષે ‘હિન્દુસ્તાની રાખી’ અભિયાન શરૂ કર્યું છે, જેના પર ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો પડશે.
CAIT અનુસાર, દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે લગભગ 6,000 કરોડનો રૂપિયાનો રાખડીનો વેપાર થાય છે. અત્યાર સુધીમાં એકલા ચીનનું યોગદાન લગભગ 4,000 કરોડ રૂપિયા હતું. આ સંગઠને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ 5,000 રાખડી મોકલી હતી, જે સરહદ પર તૈનાત સૈનિકોને બાંધવામાં આવશે.
CAITએ ‘હિન્દુસ્તાની રાખી’ અભિયાન શરૂ કર્યું છે, જેના કારણે ચીન તેનો 4,000 કરોડ રૂપિયાનો ધંધો ગુમાવશે. CAIT સાથે આશરે 40,000 વેપાર સંગઠનો જોડાયેલા છે અને દેશભરમાં તેના 7 કરોડ સભ્યો છે. સીએઆઈટીએ એક નિવેદનમાં કહ્યું, “ભારત આ રક્ષાબંધનને સંપૂર્ણ હિન્દુસ્તાની રાખી અભિયાનમાં ચલાવશે અને તેના માટે ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનો ફટકો પડશે.”
ચાઇનાથી થતી આયાત પર અંકુશ
CAITના દિલ્હી-એનસીઆર કન્વીનર સુશીલ કુમાર જૈને કહ્યું, ‘ફક્ત તૈયાર રાખડી જ નહીં, ચીનથી આ પહેલા ફોમ, કાગળ વરખ, રાખડીનો દોરો, મોતી, ડ્રોપ, સુશોભન વસ્તુઓ વગેરે આયાત કરવામાં આવતું હતું. પરંતુ ચીની માલ માટે CAIT દ્વારા બહિષ્કાર ઝુંબેશને લીધે આ વર્ષે રાખડીમાં ચીની વસ્તુની આયાત કરવામાં આવી ન હતી અને અમને વિશ્વાસ છે કે તેનાથી ચીનને આશરે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
