Not Set/ રશિયન આરોગ્ય મંત્રીનો દાવો, 10 ઓગસ્ટ સુધીમાં આવી જશે કોરોનાની વેક્સીન

  કોરોનાની વેક્સીન બનાવી દેવાનો દાવો કરતા રશિયાએ હવે એક સારા સમાચાર આપ્યા છે. હવે રશિયાનાં આરોગ્ય પ્રધાને કહ્યું છે કે, તેમની વિશ્વાસું રસીની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આ તે જ રસી છે જે ગામાલેયા સંસ્થાએ બનાવી છે. આ સિવાય વધુ બે કંપનીઓએ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પરવાનગી માંગી છે. આપને જણાવી દઈએ કે, […]

World
d4aa7164a5e3f8e27a731710f171f586 રશિયન આરોગ્ય મંત્રીનો દાવો, 10 ઓગસ્ટ સુધીમાં આવી જશે કોરોનાની વેક્સીન
 

કોરોનાની વેક્સીન બનાવી દેવાનો દાવો કરતા રશિયાએ હવે એક સારા સમાચાર આપ્યા છે. હવે રશિયાનાં આરોગ્ય પ્રધાને કહ્યું છે કે, તેમની વિશ્વાસું રસીની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આ તે જ રસી છે જે ગામાલેયા સંસ્થાએ બનાવી છે. આ સિવાય વધુ બે કંપનીઓએ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પરવાનગી માંગી છે. આપને જણાવી દઈએ કે, દાવો કરવામાં આવ્યો હતો કે ગામાલેયા સંસ્થાની રસી 10 ઓગસ્ટ અથવા તે પહેલા બજારમાં આવશે.

રશિયાનાં આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાશ્કોએ કહ્યું કે, ગામાલેયાની રસીનું ટ્રાયલ પૂર્ણ થઈ ગયુ છે. હવે તે તેના વૈજ્ઞાનિકો પર આધારીત છે કે તેઓ ક્યારે રસી બજારમાં લાવે છે. મોસ્કોમાં ગામાલેયા સંસ્થાનાં વૈજ્ઞાનિકોએ ગયા મહિને દાવો કર્યો હતો કે તે કોરોના વાયરસ માટેની પ્રથમ રસીને ઓગસ્ટનાં મધ્ય સુધીમાં મંજૂરી આપી શકે છે. એટલે કે, રશિયા આવતા બે અઠવાડિયામાં કોરોના વાયરસની રસી બજારમાં લાવશે. રશિયન અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ સીએનએન ચેનલને જણાવ્યું હતું કે, તેઓ રસીને મંજૂરી આપવા માટે 10 ઓગસ્ટ અથવા તે પહેલાંની તારીખે કામ કરી રહ્યા છે.

ગામાલેયા સંસ્થાનાં વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ આ રસી સામાન્ય લોકોનાં ઉપયોગ માટે 10 ઓગસ્ટ સુધીમાં બજારમાં મુકી દેશે. પરંતુ સૌથી પહેલા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને તે આપવામાં આવશે. રશિયાનાં સોવરન વેલ્થ ફંડનાં વડા કિરિલ મિત્રિવે કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ છે. જેમ કે આપણે અવકાશમાં પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક છોડ્યો હતો. આ તેવી જ એક ઘટના છે. અમેરિકાનાં લોકો સ્પુતનિક વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તેઓ આ રસીનાં લોન્ચથી ફરીથી ચોંકી ઉઠશે.

જો કે રશિયાએ હજી સુધી ટ્રાયલ અંગે કોઈ ડેટા જાહેર કર્યો નથી. આને કારણે, તેની અસરકારકતા વિશે ટિપ્પણી કરી શકાતી નથી. કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે કે રસીને જલ્દીથી બજારમાં લાવવા માટે રાજકીય દબાણ છે. આ સિવાય રસીનાં અધૂરા માનવ ટ્રાયલ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.  વિશ્વભરમાં ડઝનેક રસી ટ્રાયલ ચાલી રહી છે. કેટલાક દેશોમાં, રસી ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે, રશિયન રસીએ હજી તેના બીજા તબક્કાને પૂર્ણ કરવાનું બાકી છે. રસીનાં ડેવલપર 3 ઓગસ્ટ સુધીમાં આ તબક્કો પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.