રશિયાની રસીને લઇને અમેરીકાને શંકા છે.તો બીજા દેશોમાં હલચલ છે કે રશિયાએ આટલી જલ્દી રસી કેવી રીતે તૈયાર કરી લીધી.રશિયાની આ રસીથી બીજા દેશોની શેની શંકા છે. વિશ્વના લોકોને રશિયાની વેક્સિનથી શું તકલીફ છે.? આખરે રશિયાએ કેવી રીતે તૈયાર કરી છે આ રસી,અમે તમને જણાવીશું રશિયાની રસીની એક..એક..વાત.

તમને જણાવી દઇએ કે રશિયાએ જે વેક્સિન બનાવી છે.તે વેક્સીનનું નામ છે. Gam-Covid-Vac Lyo અને તેને મોસ્કોમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલી એક સંસ્થા ગેમલી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે બનાવી છે.રશિયાની ઈન્સ્ટિટ્યૂટે જૂનમાં દાવો કર્યો હતો કે વેક્સીન તૈયાર થઈ ગઈ છે. ફેઝ-1 ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવા પણ સમાચાર સામે આવ્યા હતા કે રશિયાની દિગ્ગજ હસ્તીઓને આ વેક્સીન આપવામાં આવી રહી છે. રશિયાની વેક્સીનમાં હ્યુમન એડેનોવાઈરસ વેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ હ્યુમન એડેનોવાઈરસને Ad5 અને Ad26 નામ આપવામાં આવ્યું છે. અને બંનેનું તેમાં કોમ્બિનેશન છે.બંનેને કોરોનાવાઈરસ જીનમાંથી એન્જિનિયર કરવામાં આવી છે.હાલમાં વિશ્વભરમાં વિકસિત થતી મોટાભાગની વેક્સીન એક વેક્ટર પર નિર્ભર છે, જ્યારે આ બે વેક્ટર પર નિર્ભર છે.દર્દીઓને બીજો બૂસ્ટર શોટ પણ આપવામાં આવશે.

રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને અન્ય રોગો સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી વેક્સીનને મોડિફાય કરી છે અને તેનાથી તે જલ્દી તૈયાર થઈ શકી છે. અન્ય દેશો અને અન્ય કંપનીઓએ પણ આ પદ્ધતિ અપનાવી રહી છે. મોડર્નાની મર્સ નામની એક સંબંધિત વાઈરસની વેક્સીનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.તેનાથી ડેવલપમેન્ટ પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે.
પરંતુ યુએસ અને યુરોપીય રેગ્યુલેટરી આ વેક્સીનની સેફ્ટી અને ઈફેક્ટિવનેસ પર દેખરેખ રાખી રહી છે.

કયાં..કયાં દેશોને છે રશિયાની વેક્સિનમાં રસ.?
અગાઉ, 15 જુલાઈએ રશિયાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે,આ વેક્સીન એડિનોવાઈરસ-બેસ્ડ છે.તેના પ્રારંભિક તબક્કાનું ટ્રાયલ થઈ ગયું છે. અત્યાર સુધીનાં પરિણામ સફળ રહ્યાં છે.જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે, ગેમલીએ વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કર્યું છે. એક રિપોર્ટમાં રશિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે,ભારત, બ્રાઝિલ, સાઉદી અરેબિયા સહિત 20થી વધુ દેશોએ આ વેક્સીનમાં રસ દાખવ્યો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 12 ઓગસ્ટ ડેડલાઈન છે. અને ત્યારબાદ રેગ્યુલેટરી જાહેર ઉપયોગ માટે મંજૂરી આપશે. બ્રિટન સહિત યુરોપિયન દેશો અને અમેરિકાના કેટલાક નિષ્ણાતોને રશિયાના ફાસ્ટ-ટ્રેક અપ્રોચથી સમસ્યા છે. તેઓ તેની સલામતી અને અસરકારકતા પર સવાલ કરી રહ્યા છે. ચેપીરોગના અમેરિકન નિષ્ણાત ડો. એન્થની ફોસીએ આશંકા વ્યકત કરી છે કે રશિયા અને ચીનની વેક્સીન અસરકારક અને સલામત નથી તેની વ્યાપક તપાસ થવી જોઈએ.રશિયાએ વેક્સીનની ઈફેક્ટિવનેસ અને સેફ્ટી વિશે જાણી શકાય તેના માટે ટેસ્ટિંગને લઈને કોઈ સાઈન્ટિફિક ડેટા રજૂ નથી કર્યા. રશિયાના વૈજ્ઞાનિકો પર હાલ ક્રેમલિનનું દબાણ છે. તે રશિયાના ગ્લોબલ સાયન્ટિફિક ફોર્સ તરીકે રજૂ કરવા માગે છે.
રશિયાના ડેવલપર્સનો પ્લાન હતો કે 3 ઓગસ્ટ સુધી ફેઝ-2 પૂરો થઈ જાય.ફેઝ-3 ટેસ્ટિંગ અને મેડિકલ વર્કર્સને વેક્સીન આપવાનું કામ એક સાથે ચાલે.રશિયાના સૈનિકોને હ્યુમન ટ્રાયલ માટે વોલન્ટિયર બનાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટર ડાયરેક્ટર એલેક્ઝાંડર ગિન્સબર્ગના જણાવ્યા પ્રમાણે, તેમણે પણ જાતે જ વેક્સીનનું ટ્રાયલ કર્યું છે. રશિયાના અધિકારીઓનો દાવો છે કે, વેક્સીન બનાવવા માટે ફાસ્ટ-ટ્રેક પ્રોસેસની મંજૂરી લેવામાં આવી છે. વૈશ્વિક મહામારીને અટકાવવા માટે આવું કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
