Not Set/ રાજકોટની સરકારી કચેરી પર કોરોના ચક્ર ફરી વળ્યા જેવો ક્યાસ, 14 તલાટી-25 શિક્ષકો પોઝિટિવ

રાજકોટમાં સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાની વિગતો સામે આવતા સોંપો પડી ગયો છે. રાજકોટ જીલ્લાનાં 14 તલાટી મંત્રીઓ અને જીલ્લા DEO કચેરીનાં E.I સહિત  25 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી રાજકોટ શહેર અને જીલ્લામાંથી કોરોનાનાં અધધધ કેસ રોજ રોજ સામે આવે છે, તો રોજ સામે આવતો કોરોનાનાં […]

Gujarat Rajkot
5c7ab49a3bbd472c14a218ca815fc785 રાજકોટની સરકારી કચેરી પર કોરોના ચક્ર ફરી વળ્યા જેવો ક્યાસ, 14 તલાટી-25 શિક્ષકો પોઝિટિવ

રાજકોટમાં સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાની વિગતો સામે આવતા સોંપો પડી ગયો છે. રાજકોટ જીલ્લાનાં 14 તલાટી મંત્રીઓ અને જીલ્લા DEO કચેરીનાં E.I સહિત  25 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાછલા લાંબા સમયથી રાજકોટ શહેર અને જીલ્લામાંથી કોરોનાનાં અધધધ કેસ રોજ રોજ સામે આવે છે, તો રોજ સામે આવતો કોરોનાનાં કારણે મોતની આંકડો પણ અધધધ હોવાથી લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં બે સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાની વાતને વિગતવાર જોતા રાજકોટનાં 14 તલાટી મંત્રીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળવા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. 14 તલાટી મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

સાથે સાથે  રાજકોટ શિક્ષણ જગતમાં કોરોનાનું ચક્ર ફરી વળ્યું હોય તેવી રીતે 25 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 1 શિક્ષકનું કોરોનાથી મોત થયું હોવાની વિગતો સામે આવતા શિક્ષણ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. DEO કચેરીનાં E.I સહિત  25 શિક્ષકોને કોરોનાની ઝપેટમાં આવી જતા શિક્ષણ વિભાગમાં સોંપો પડી જવા સાથે ચિંતા પણ પ્રસરી જવા પામી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews