Not Set/ રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, તહેવારોને લઈ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો પણ બહુ વધ્યા છે અને મૃતકોની સંખ્યા પણ વધી છે, તો બીજી બાજુ તહેવારોની સીઝન પણ શરુ થઇ ગઈ છે, જેને લઈને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. કલેકટરના જાહેરનામાં મુજબ માસ્ક […]

Gujarat Rajkot
4ba3557e626939082dd040192e6c4348 રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, તહેવારોને લઈ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો પણ બહુ વધ્યા છે અને મૃતકોની સંખ્યા પણ વધી છે, તો બીજી બાજુ તહેવારોની સીઝન પણ શરુ થઇ ગઈ છે, જેને લઈને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બકરી ઇદ, પર્યુષણ, સંવત્સરી, ગણેશોત્સવ, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે.

કલેકટરના જાહેરનામાં મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે, 2 સપ્ટેમ્બર સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ ઉપરાંત રાજકોટમાં ગણપતિજી અને શ્રી કૃષ્ણની મૂર્તિ 2 ફૂટથી વધુ ઊંચી બનાવા પર પ્રતિબંધ મુકાયો છે અને જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે. ખંડિત મૂર્તિઓને પણ બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય.

આ ઉપરાંત જાહેરનામા દરમ્યાન ખંડિત મૂર્તિઓને પણ બિનવરસી હાલતમાં નહીં મુકી શકાય. કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન નહી કરી શકાય.

એટલું જ નહીં, કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.