Not Set/ રાજકોટ એટીએસ દ્વારા 5 શંકાસ્પદ લોકોની અટકાયત, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ

રાજકોટઃ ખોડિયારનગર વિસ્તારમાંથી ગઇ કાલે દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. જેને ડિફ્યૂઝ કરી દેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ મામલે ATS દ્વારા 5 જેટલા શંકાસ્પદ શખ્સોની કોલ ડિટૈલના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ એટીએસ દ્વારા ફોન પર થયેલી વાતચિતના આધારે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ડિફ્યૂઝ કરવામાં આવેલા બોમ્બની પણ […]

Gujarat
bomb રાજકોટ એટીએસ દ્વારા 5 શંકાસ્પદ લોકોની અટકાયત, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ

રાજકોટઃ ખોડિયારનગર વિસ્તારમાંથી ગઇ કાલે દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. જેને ડિફ્યૂઝ કરી દેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ મામલે ATS દ્વારા 5 જેટલા શંકાસ્પદ શખ્સોની કોલ ડિટૈલના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ એટીએસ દ્વારા ફોન પર થયેલી વાતચિતના આધારે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ડિફ્યૂઝ કરવામાં આવેલા બોમ્બની પણ તપાસ કરી હતી.

રાજકોટમાં મળી આવેલા દેશી બોમ્બ બાદ વડોદરાના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ બોમ્બ સક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ મામલે રેલવેની જીઆરપી અને આરપીએફના જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. રેલવે પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ટ્રેન અને મુસાફરોના માલસામાનની તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટના ખોડિયારનગર વિસ્તારમાંથી દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. જે સદનશિબે ફાટ્યો ના હતો જેથી મોટી જાનહાની ટળી હતી.