ગુજરાતમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનથી મૃત્યુ આંક વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધરો જોવા મળી રહ્યો છે. તો કોરોના કેસની સાથે સાથે કોરોનાથી થતાં મૃત્યુમાં પણ વધારો સામે આવી રહ્યો છે.
રાજકોટમાં ગઈકાલ મંગળવારના સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 31 કેસ નોંધાયા છે. જે સાથે રાજકોટ શહેરનો પોઝિટિવ આંક 1470 થયો છે. પરંતુ દુખદ બાબત એ છેકે રાજકોટમાં છેલ્લા 24 કલાના ગાળામાં 9 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેમાં રાજકોટના 7, જેતપુર અને લોધીકાના 1-1 વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2200ને પાર થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
