શુક્રવારે રાજસ્થાનના ભિલવાડામાં દાખલ થયેલ કોરોનાના છેલ્લા બે દર્દીઓ પણ સ્વસ્થ થઇ ગયા અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ભિલવાડામાં અત્યાર સુધીમાં 28 કેસ પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી બે લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 26 સ્વસ્થ થઈને ઘરે ગયા હતા.
આપને જણાવી દઈએ કે કોરોના સામેના યુદ્ધમાં ભિલવાડા મોડેલની ચર્ચા આખા દેશમાં કરવામાં આવી છે. અહીં પહેલો કેસ 18 માર્ચે આવ્યો હતો. આ પછી વહીવટીતંત્ર સજ્જડ અને ઝડપી કાર્યવાહી કરી હતી. 17 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યા સુધીમાં જિલ્લામાં 5129 નમૂના લેવામાં આવ્યા છે. કલેકટર રાજેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે અહીં રેન્ડમ સેમ્પલિંગ ચાલી રહ્યું છે. 10 એપ્રિલથી જિલ્લામાં હજુ સુધી કોઈના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેઓ હાલમાં 14 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાં છે.
કલેકટર રાજેન્દ્ર ભટ્ટે કોઈ સરકારી આદેશની રાહ જોયા વગર જિલ્લાને સીલ કરી દીધો હતો. સરકારના સ્તરે રેશન પુરૂ પાડવાનો અને જિલ્લાના દરેક વ્યક્તિની તપાસ કરવાનો નિર્ણય લીધો. છ પોઝિટિવ કેસ મળતાની સાથે જ ભિલવાડામાં કર્ફ્યુ લગાવી દેવાયો.
મુખ્યપ્રધાન અશોક ગેહલોત દાવો કરે છે કે ઝડપી પરીક્ષણના કિસ્સામાં રાજસ્થાન અન્ય રાજ્યો કરતા આગળ છે. શુક્રવારથી રાજ્યમાં તેની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે, જયપુરના ગનરી દવાખાનામાં ઝડપી પરીક્ષણ કીટ દ્વારા 52 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે બધા નેગેટીવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાની તપાસ માટે દરેક જિલ્લા મુખ્યાલયમાં એક લેબ બનાવવામાં આવશે. જોધપુરમાં બીએસએફ અને સીઆરપીએફ મોરચો સંભાળશે.
તો બીજી બાજુ જોધપુરના કલેકટરે કોરોના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ અને સીઆરપીએફ તૈનાત કરવા માટે ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો છે. જેથી લોકડાઉનનું કડક રીતે પાલન કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
