Not Set/ રાજ્યમાં સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓને ચેકથી પગાર ચુકવવા આદેશ

ગાંધીનગરઃ નોટબંધ બાદ ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવામાટે કેન્દ્રસરકાર સરકારે બુધવારે કર્મચારીઓને રોકડથી પગાર નહી ચુકવવા માટે નિર્ણય કર્યો હતો. કેંન્દ્ર સરકાર સૂચનાના પગલે રાજ્ય સરકાર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટરોને પોતાના કર્મચારીઓને ચૂકવાતા પગારની રકમ ખાતામાં સીધી અથવા ચેકથી ચૂકવવાની સૂચના અપાઇ છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સરકારી કર્મીઓના પગાર સીધા ખાતામાં જમા […]

Uncategorized

ગાંધીનગરઃ નોટબંધ બાદ ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવામાટે કેન્દ્રસરકાર સરકારે બુધવારે કર્મચારીઓને રોકડથી પગાર નહી ચુકવવા માટે નિર્ણય કર્યો હતો. કેંન્દ્ર સરકાર સૂચનાના પગલે રાજ્ય સરકાર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટરોને પોતાના કર્મચારીઓને ચૂકવાતા પગારની રકમ ખાતામાં સીધી અથવા ચેકથી ચૂકવવાની સૂચના અપાઇ છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સરકારી કર્મીઓના પગાર સીધા ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા વર્ષો અગાઉથી ગોઠવી છે. તે રીતે સરકારના વિવિધ વિભાગો દ્વારા ચૂકવવામાં આવતા બિલો અને અને અન્ય તમામ ચૂકવણા ચેકથી કે ડિજિટલ પેમેન્ટથી કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે. જ્યારે સરકારના કોન્ટ્રાક્ટરો અને આઉટસોર્સિંગ એજન્સીના સંચાલકોને તેમના કર્મીઓને પણ હવેથી રોકડમાં પગાર ચૂકવવાને બદલે સીધો ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવા કહેવાયું છે.