નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મતદાન કર્યા બાદ નિવેદન આપ્યું..તેમણે કહ્યું કે કોંગ્રેસ તરફથી જે ક્રોસ વોટિંગ કરાયું તેનો સીધો ફાયદો ભાજપને મળશે. અને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત હોવાનો તેમણે દાવો કર્યો..તો શંકરસિંહ વાઘેલાના નિવેદન અંગે તેમણે કહ્યું કે પક્ષમાં વરિષ્ઠ નેતા હોવા છતાં કોંગ્રેસ દ્વારા તેમની અવગણના કરવામાં આવી અને તેથી પક્ષ સાથેથી છેડો ફાડ્યા બાદ શંકરસિંહ કોંગ્રેસના ઉમેદવારને મત ન આપે તે સ્વાભાવિક છે..

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી આયોગે રાજ્યસભાની ચૂંટણી 8 જૂનના રોજ યોજવાનું નક્કી કર્યુ હતું…પરંતુ ભાજપે રાજ રમત રમીને રાજ્યસભાની ચૂંટણીની તારીખ 8 ઓગષ્ટ કરી દીધી..તેમજ ક્રોસ વોટિંગ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, જેને પણ ક્રોસ વોટિંગ કર્યુ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે..

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે ચૂંટણી છે… ગુજરાતના રાજકારણમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી કસોકસનો જંગ જોવા મળી રહ્યો છે… ત્યારે હવે આણંદમાંથી કોંગ્રસના 44 ધારાસભ્યો મત આપવા માટે મતદાન કેન્દ્ર પહોચ્યા..અને તેમણે મતદાન કર્યું…. મહત્વનું છે કે 10 દિવસ સુધી બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં રહ્યા બાદ કોંગ્રેસના 44 ધારાસભ્યોએ સોમવારે વહેલી સવારે ઘરવાપસી કરી…મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ કોંગી ધારાસભ્યોને આણંદ પાસેના નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસના એસ્કોર્ટ હેઠળ લઈ જવામાં આવ્યા હતા…આણંદના એસ.પી. સૌરભસિંગ તથા DySP, PSI સહિત આમદાવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તમામ ધારાસભ્યોને સુરક્ષીત આણંદ ખાતે લાવ્યા હતા..જ્યાંથી તેમને હવે ગાંધીનગર લઈ જવાયા છે.

રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. ગુજરાતમાં ત્રણ બેઠકો માટે મતદાન શરૂ થયું છે… વિધાનસભ્યો આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં મતદાન કરી રહ્યા છે. મતદાન શરૂ થતા જ અમિત શાહ, સ્મૃતિ ઈરાની, વિજય રૂપાણી, નીતિન પટેલ, અને શંકરસિંહ વાઘેલા મતદાન કરવા પહોંચ્યા… બાપુ સાથે તેમના ટેકેદાર ગણાતા એવા 6 ધારાસભ્યો પણ તેમની સાથે સ્વર્ણિમ સંકુલ-2માં મતદાન કરવા આવ્યા હતા… આ દરમ્યાન શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, મે અહેમદ પટેલને વોટ નથી આપ્યુ… મહત્વનુ છે કે આ ચૂંટણી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે…આ ચૂંટણીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ મહત્ત્વના ઉમેદવાર છે… કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા બલવંતસિંહ રાજપૂતને પણ પોતાના ઉમેદવારમે બીજેપી દ્વારા ઉમેદવાર તરીકે રજૂ કરતા આ રાજકીય લડત કસોકસની બની છે…. આ ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના એહમદ પટેલને જીતવાના આડે કોઈ વિઘ્ન નથી… પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ તથા એનસીપી, જીપીપી અને જનતાદળના ચાર ધારાસભ્યો નિર્ણાયક બને તો ભાજપના બલવંતસિંહ, કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલ માટે મુશ્કેલી થઈ શકે છે…. ભાજપ કોંગ્રેસ વચ્ચેનાં શરમસીમાએ પહોચેલા ખટરાગ વચ્ચે આ બંને સ્થળો પર શાંતિપુર્ણ કાર્યક્રમો પાર પાડવા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો… વિધાનસભા સંકુલ તથા મહાત્મા મંદિરે 1200થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે..

ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો
1) શંકરસિંહ વાઘેલા, 2) રાઘવજી પટેલ, 3) ભોળાભાઈ ગોહિલ, 4) ધર્મેન્દ્રસિંહ જાડેજા, 5) કરમશી પટેલ, 6) મહેન્દ્રસિંહ વાઘેલા, 7) સી. કે રાઉલ, 8) અમિત ચૌધરી
