Not Set/ રાજ્ય સરકાર 439 કેદીઓને પ્રજાસત્તાકના દિવસે કરશે મુક્ત, રાજ્ય સરકારે કરી જાહેરાત

અમદાવાદઃ રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ 439 કેદીઓને સજમાંથી માફી આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના કેદીઓને જેલમાથી મુક્તી આપીને માનવીય અભિગમ સાથે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યોની વિવિધ જેલોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મહિલા અને પુરુષોને […]

Uncategorized
hqdefault રાજ્ય સરકાર 439 કેદીઓને પ્રજાસત્તાકના દિવસે કરશે મુક્ત, રાજ્ય સરકારે કરી જાહેરાત

અમદાવાદઃ રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ 439 કેદીઓને સજમાંથી માફી આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના કેદીઓને જેલમાથી મુક્તી આપીને માનવીય અભિગમ સાથે મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યોની વિવિધ જેલોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મહિલા અને પુરુષોને સજા માફીનો લાભ આપવામાં આવશે.

રાજ્યો સરકારના દાવા મુજબ આ ઐતિહાસિક નિર્ણય પહેલી વાર સૌથી વધુ કેદીઓને છોડીને લેવામાં આવ્યો છે. રાજ્યની સેન્ટર જેલ જિલ્લા જેલોમાં સજા ભોગવતા 222 પુરુષ કેદી અને 21 મહિલા કેદીઓ સહિત કુલ 243 કે જેઓએ 12 વર્ષની સજા પૂર્ણ કરેલ છે તેમજ 75 ટકા સજા ભોગવી ચૂકેલા 110 કેદીઓની સજા માફ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 વર્ષની સજામાં ફરાર રહેલા ના હોય તેવા55 કેદી અને 65 વર્ષ કે વધુની સજા ભોગવી ચૂકેલા પુરુષ કેદીઓ અને 60 વર્ષના કે તેથી વધુ વય ધરાવતા આજીવન કેદની સજા વાળા મહિલા કેદીઓએ 5 વર્ષની સજા ભોગવી હોય તેવા 22 પુરુષ અને9 મહિલા કેદીઓને સજા માફી આપવામાં આવશે.