Not Set/ રામ રહીમની દીકરી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

હરિયાણા પોલીસ દ્વારા રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. સીબીઆઈની અદાલત દ્વારા રામ રહીમને સાધ્વી રેપ કેસમાં 20 વર્ષની સજા આપ્યા બાદ હનીપ્રીતે આરોપી રામ રહીમને જેલથી ભગાડવાનું કાવતરું ઘડયું હતું પરંતુ પોલીસ અને સેનાના ચુસ્ત બંધોબસ્તના કારણે અસફળ રહી હતી. રામ રહીમના જેલ ગયા બાદ આજ દિન સુધી […]

India
84a7ec630c0d26a1c40054d54a0c2775 રામ રહીમની દીકરી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

હરિયાણા પોલીસ દ્વારા રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. સીબીઆઈની અદાલત દ્વારા રામ રહીમને સાધ્વી રેપ કેસમાં 20 વર્ષની સજા આપ્યા બાદ હનીપ્રીતે આરોપી રામ રહીમને જેલથી ભગાડવાનું કાવતરું ઘડયું હતું પરંતુ પોલીસ અને સેનાના ચુસ્ત બંધોબસ્તના કારણે અસફળ રહી હતી.

રામ રહીમના જેલ ગયા બાદ આજ દિન સુધી હનીપ્રીત ક્યાં છે તે પોલીસ માટે પણ એક કોયડો બની ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, હનીપ્રીત અંડર ગ્રાઉન્ડ છે ઉપરાંત હનીપ્રીત ઉપર દેશદ્રોહનો પણ કેસ છે. તેથી હરિયાણા પોલીસ અને ખાનગી એજન્સીઓ દ્વારા હનીપ્રીતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.