Not Set/ રાહુલનાં ટ્વીટ પર સંબિત પાત્રાએ કહ્યુ – તમે શિક્ષિત, જાણકાર નથી તો લોકડાઉનનો ઉપયોગ કરી પુસ્તકો વાંચો…

પૂર્વી લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચેનાં તણાવ વચ્ચે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે એલએસી પર નિશસ્ત્ર ભારતીય સૈનિકોને મોકલવા માટે જવાબદાર કોણ છે? ભાજપે રાહુલ ગાંધીનાં સવાલ પર પ્રતિક્રિયા આપી છે. ભાજપ દ્વારા […]

India
4107c7f7a2e31e847ae1683c1d3c5e04 1 રાહુલનાં ટ્વીટ પર સંબિત પાત્રાએ કહ્યુ - તમે શિક્ષિત, જાણકાર નથી તો લોકડાઉનનો ઉપયોગ કરી પુસ્તકો વાંચો...

પૂર્વી લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચેનાં તણાવ વચ્ચે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે એલએસી પર નિશસ્ત્ર ભારતીય સૈનિકોને મોકલવા માટે જવાબદાર કોણ છે? ભાજપે રાહુલ ગાંધીનાં સવાલ પર પ્રતિક્રિયા આપી છે.

ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ સમયે રાહુલ ગાંધીએ દેશને ગેરમાર્ગે દોરવાના રાજકારણમાંથી બહાર આવવું જોઈએ. આપને જણાવી દઈએ કે 15 જૂને ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતનાં 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનનાં 40 થી વધુ સૈનિકોનાં મોત થયા હોવાના અહેવાલો છે. જો કે ચીને પોતાના સૈનિકોનાં મોત અંગે મૌન સેવી રાખ્યું છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વીડિયો જાહેર કરતાં કહ્યું હતું કે હુ પૂછવા માંગુ છુ કે શહીદ સૈનિકોને વિના શસ્ત્ર ખતરા તરફ કોણે અને કેમ મોકલ્યા? છેવટે, આ માટે જવાબદાર કોણ છે? ‘ મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ બુધવારે પણ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે લદ્દાખ બોર્ડર પરની પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઈએ.

ભાજપે રાહુલ ગાંધીનાં સવાલ પર પ્રતિક્રિયા આપી છે. ભાજપનાં નેતા સંબિત પાત્રાએ તેમને કોંગ્રેસનાં કાર્યકાળ દરમિયાન ચીન સાથે થયેલા કરાર વિશે વાંચવાની સલાહ પણ આપી હતી. 1996 માં થયેલા કરારને યાદ કરતાં સંબિત પાત્રાએ કહ્યું કે, જો તમે શિક્ષિત નથી, જાણકાર નથી, તો તમારે ઘરે બેસીને લોકડાઉનનો ઉપયોગ કરીને પુસ્તકો વાંચવા જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનાં શાસન દરમિયાન ચીન સાથે થયેલ કરાર વાંચવા જોઈએ. સંમત કરાર મુજબ, બંને તરફથી કોઈ પણ ગોળી ચલાવવામાં આવશે નહીં. વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં, અથવા શસ્ત્રો સાથે સૈનિકો રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.