Not Set/ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીના નવા વિમાનને લઈ PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં ટ્રકની અંદર બેઠેલા કેટલાક સૈનિકો તેમની વચ્ચે વાત કરી રહ્યા છે. તેમાંથી એકનું કહેવું છે કે ‘નોન-બુલેટપ્રૂફ ટ્રકમાં મોકલવામાં આવે એ આપણા જીવન સાથે ગડબડ કરે છે’. રાહુલે આ વીડિયો સાથે લખ્યું છે કે, આપણા સૈનિકોને બિન-બુલેટ […]

Uncategorized
146326a2d373e5405fc44068c79060ec 1 રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીના નવા વિમાનને લઈ PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં ટ્રકની અંદર બેઠેલા કેટલાક સૈનિકો તેમની વચ્ચે વાત કરી રહ્યા છે. તેમાંથી એકનું કહેવું છે કે ‘નોન-બુલેટપ્રૂફ ટ્રકમાં મોકલવામાં આવે એ આપણા જીવન સાથે ગડબડ કરે છે’. રાહુલે આ વીડિયો સાથે લખ્યું છે કે, આપણા સૈનિકોને બિન-બુલેટ પ્રૂફ ટ્રકમાં જવાનોને શહીદ થવા માટે મોકલવામાં આવી રહ્યા છે અને પીએમ માટે 84૦૦ કરોડનું વિમાન ! શું આ ન્યાય છે ? .

વડા પ્રધાનને માત્ર પોતાની છબીની ચિંતા, સૈનિકોની નહીં

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી દ્વારા ચીન સાથે સરહદ વિવાદનો મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ વડા પ્રધાન માટે નવા વિમાનના આગમન સાથે તેમને એક વધુ મુદ્દો મળ્યો છે. 

આ પણ વાંચો : દિલ્હી/ હિન્દુ છોકરાને અન્ય ધર્મની કિશોરી સાથેની દોસ્તી પડી ભારે

બે દિવસ પહેલા રાહુલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, “વડા પ્રધાને પોતાના માટે 84૦૦ કરોડનું વિમાન ખરીદ્યું. આ રીતે સિયાચીન-લદાખ સરહદ પર મુકાયેલા અમારા સૈનિકો માટે કેટલી ખરીદી કરી શકાય છે. 30,00,000 ગરમ કપડાં, 60,00,000 જેકેટ્સ, ગ્લોવ્સ, 67,20,000 પગરખાં, 16,80,000 ઓક્સિજન સિલિન્ડર. વડા પ્રધાન ફક્ત તેમની છબીની ચિંતા કરે છે, સૈનિકોની નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ