કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે મિશન ઓફ ગુજરાતના ભાગરૂપે એક દિવસની મુલાકાતે અમદાવાદ આવી પહોચ્યા હતા. અમદાવાદ પહોચ્યા બાદ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતે “સંવાદ કાર્યક્રમ” હેઠળ સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધીના સંબોધનના ખાસ સંવાદ :
- ટીકીટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
- ગુજરાતના ખેડૂતો પર 36,000 કરોડનું દેવું છે
- મોદીને 500 અને 1000ની નોટ સારી ન લાગી એટલે નોટબંધી
- નોટબંધી પછી 99% નોટો પાછી આવી ગઇ, જીડીપી ઓછી થવાનું કારણ નોટીબંધી છે.
- મોદીને મનની વાત કરવી સારી લાગે છે, સાંભળવી નહીં
- મોદી સરકાર સરમુખત્યાર અને મીડિયાનો અવાજ દબાવે છે
- ગુજરાતમાં નેનો પ્રોજેક્ટમાં લાવવા માટે સરકારે કરોડો રૂપિયા આપ્યા.
- કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે લગાડી મદદ કરવી એ જ છે કોંગ્રેસ પાર્ટી
- બીજેપી દલિતો, આદીવાસી સમાજનું વિભાજન કરે છે.
- યુપીએની સરકાર હતી ત્યારે અમે ખેડૂતોને અમે હકનું ધ્યાન રાખ્યું, બિલ લાવ્યા હતા.
- ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમ લોકો પાસેથી પૈસા પડાવવાની સિસ્ટમ છે.
- આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે, પાર્ટીના વર્કર કામ કરશે.
