Not Set/ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, પાટીદરો કૉંગ્રેસ સાથો હોવાનું દેખાડવા 50 હજાર પાટીદાર ટોપીનો ઓર્ડર

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી હોય તેમ એક બાદ એક ભાજપ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 21 ડિસેમ્બરે 9 વર્ષ બાદ ગુજરાતની મુલાકાતે આવશે. મહેસાણામાં રાહુલ ગાંધી જંગી સભાને સંબોધન કરવાના છે. તેના માટે પ્રદેશ કૉંગ્રેસ એક સપ્તાહથી તડામાર તૈયારી કરી રહી છે. […]

Uncategorized

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી હોય તેમ એક બાદ એક ભાજપ કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 21 ડિસેમ્બરે 9 વર્ષ બાદ ગુજરાતની મુલાકાતે આવશે. મહેસાણામાં રાહુલ ગાંધી જંગી સભાને સંબોધન કરવાના છે. તેના માટે પ્રદેશ કૉંગ્રેસ એક સપ્તાહથી તડામાર તૈયારી કરી રહી છે. ત્યારે સોમવારે કૉંગ્રેસના સાંસદ અહેમદ પટેલે સભા સ્થળની મુલાકાત લઇને જરૂરી સૂચનો આપ્યા હતા.

2017ની વિધાનસભાની ચૂટણીમાં કૉંગ્રેસ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કેમ કે ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની 37 બેઠકો આવેલી છે. તેના પર પ્રભૂત્વ મેળવવા માટે કૉંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધી પાટીદરા, નોટબંધી અને દલિતો પર બોલી શકે છે.  તો બીજી તરફ પાટીદારો કૉંગ્રસ સાથે છે એવું દેખાડવા માટે 50 હજાર પાટીદાર ટોપીનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

તો ગઇ કાલે સરદાર પટેલ ગ્રુપ (SPG) કૉગ્રેસને પાટીદારોના પ્રશ્નોને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું હતું. જો તેમનું વલણ પાટીદાર માટે પોઝિટિવ જણાશે તો કૉંગ્રેસનો સાથે આપવા માટે જણાવ્યું હતું. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતી પાસ) ના કન્વિનર વરૂણ પટેલે પણ એક નિવેદન આપીને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની મહેસાણાની રેલી સાથે કોઇ લેવાદેવા નથી.