Not Set/ રાહુલ ગાંધી ગુજરાત મિશન પર પહોચ્યા દ્વારકા

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતના પ્રથમ પડાવમાં દ્વારકા પહોચ્યા છે, ત્યાં ભગવાન કૃષ્ણના પ્રાર્થના કરવાની સાથે જ પોતાના મિશન ગુજરાતના શ્રીગણેશ કરશે. જાણો, રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાતની વિગત :- રાહુલ ગાંધી ગુજરતની મુલાકાતની […]

India

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે.

રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતના પ્રથમ પડાવમાં દ્વારકા પહોચ્યા છે, ત્યાં ભગવાન કૃષ્ણના પ્રાર્થના કરવાની સાથે જ પોતાના મિશન ગુજરાતના શ્રીગણેશ કરશે.

જાણો, રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાતની વિગત :-

  • રાહુલ ગાંધી ગુજરતની મુલાકાતની શરૂઆત દ્વારકાથી કરશે. ત્યારબાદ તેઓ વિવિધ સ્થાનો પર લોકોને સંબોધિત કરશે
  • જામનગર શહેરમાં જશે જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
  • 26 સપ્ટેમ્બરે તેઓ ઘરોલ અને ટંકારા શહેર થઇને રાજકોટ પહોંચશે.
    રાજકોટ પહોચ્યા બાદ વ્યવસાયિઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.
  • રાજકોટમાં રાત્રી રોકાણ કરશે.
  • 27 સપ્ટેમ્બરના રોજ ચોટીલા, જસદાન, વીરપુર, જેતપુર અને અન્ય શહેરોની મુલાકાત લેશે અને પછી ખોડલધામમાં પોતાનો પ્રચાર અભિયાન સમાપ્ત કરશે.