Not Set/ રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ટૂંકસમયમાં જ 200 રુપિયાની નોટ ચલણમાં મૂકશે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી.. આ નોટ ઓગસ્ટના અંત સુધીમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે છે… મહત્વનુ છે કે સરકાર દ્વારા કાળાનાણા અને નકલી ચલણ સામે લડવા માટે આ નોટની જાહેરાત કરવામાં આવી છે… ઉલ્લેખનીય છે કે […]

India
283496 reserve bank of india રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ટૂંકસમયમાં જ 200 રુપિયાની નોટ ચલણમાં મૂકશે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી.. આ નોટ ઓગસ્ટના અંત સુધીમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે છે… મહત્વનુ છે કે સરકાર દ્વારા કાળાનાણા અને નકલી ચલણ સામે લડવા માટે આ નોટની જાહેરાત કરવામાં આવી છે… ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી હતી.. ત્યાર બાદ 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી. નોટબંધી પછી રુપિયા 500 અને 2000ની નવી નોટ ચલણમાં મૂકાયા બાદ નાની નોટોની જરુરત વર્તાઇ રહી હતી. આ સુવિધા આપવા આરબીઆઈ 200 રુપિયાની નોટ બહાર પાડશે. આ પહેલાં ૫૦ રુપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી છે.  ત્યારે હવે સરકાર દ્વારા 200 રૂપિયાની નોટ બહાર પાડવા માટે નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યુ..

સૂત્રોનું માનીએ તો ATMના માધ્યમથી 200 રૂપિયાની નોટ મળશે નહીં.

200 રૂપિયાની નોટ માર્કેટમાં આવવાથી બે ફાયદા થશે. પ્રથમ કેશ લેણદેણમાં સરળતા રહેશે અને બીજો તેનાથી કુલ કરન્સીમાં નાની નોટોની સંખ્યામાં વધારો થશે. RBIનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગી થશે.

જાણકારોનું કહેવું છે કે કુલ 50 કરોડ રુપિયાની નવી 200 રુપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે